- ગોપાલપુર ગામે વોટર શેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
- જળસ્ત્રાવ વિકાસ એકમ ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
- જળ બચાવો જીવન બચાવો તથા પાણીના સંગ્રહ વિશે વિસ્તૃત સમજ અપાઈ
અરવલ્લી જિલ્લાના માલપુરના ગોપાલપુર ગામે વોટર શેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જળસ્ત્રાવ વિકાસ એકમ ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પ્રોજેક્ટ નિયામક રાજેશ કુચારા, નોડલ અધિકારી માલવ ભાવસાર, માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા, ગોપાલપુર જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખ પિયુષ પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત જળ બચાવો જીવન બચાવો તથા પાણીનો સંગ્રહ કરવા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, માલપુર તાલુકાના ગોપાલપુર ગામે જળસ્ત્રાવ વિકાસ એકમ ગુજરાત સરકાર દ્વારા વોટર શેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા પ્રોજેક્ટ નિયામક રાજેશ કુચારા, નોડલ અધિકારી માલવ ભાવસાર, માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા તેમજ ગોપાલપુર જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખ પિયુષ પટેલ તેમજ હાજર ગ્રામજનોને જળ બચાવો જીવન બચાવો તથા પાણીનો સંગ્રહ કરવા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ