Abtak Media Google News

ફિલ્મના કલાકારો નવધા કલ્ચરલ કલબના મહેમાન બન્યા મિતુલ ધોળકીયા અને અમીબેન ધોળકીયાએ આવકાર્યા

જન્માષ્ટમીની રજાઓ દરમિયાન આગામી તા.19 ઓગષ્ટના રોજ રજૂ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ  ફક્ત મહિલાઓ માટે’ની પ્રમોશનલ ઈવેન્ટ આજરોજ નવધા કલ્ચરલ કલબ દ્વારા ધોળકિયા સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી .

Yash Soni Press Note

અમિતાભ બચ્ચન પ્રથમ વખત જે ગુજરાતી ફિલ્મમાં અભિનય આપી રહ્યા છે તે ફિલ્મના કલાકારો યશ સોની અને દિક્ષા જોષી આ ઈવેન્ટ માટે નવધા કલ્ચરલ કલબના મહેમાન બન્યા હતા . ક્લબના પ્રમુખ મિતુલ ધોળકિયા અને સેક્રેટરી અમીબેન ધોળકિયાએ આ બંને કલાકારોને આવકાર્યા હતા . ધોળકિયા સ્કૂલ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિધાર્થીઓને યશ સોની અને દિક્ષા જોષી મળ્યા હતા અને પોતાની આવી રહેલી ફિલ્મ  ફક્ત મહિલાઓ માટે ’ વિષે વાત કરી હતી .

ગુજરાતી સિનેમાના આ બંને લોકલાડીલા કલાકારોને પ્રત્યક્ષ નિહાળી વિધાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થયા હતા તો સાથોસાથ ઉપસ્થિત સેંકડો વિધાર્થીઓનો પ્રેમ અને લાગણી જોઈ આ બંને કલાકારો પણ ગદગદીત થયા હતા . વિધાર્થીઓએ આ બંને કલાકારો સાથે થોડી પ્રશ્નોત્તરી કરવાનો પણ લ્હાવો મેળવ્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.