Abtak Media Google News

જુદી જુદી કામગીરી અંગે જવાબદાર શીર્ષ નોડલ અધિકારીશ્રીઓની થઈ કામગીરી સમીક્ષા

ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા મતદાર વિભાગ માટે 1122022ના રોજ મતદાન યોજાશે. જેને અનુલક્ષી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે ચૂંટણીની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં નોડલ ઓફિસરશ્રીની કામગીરીની સમીક્ષા થઈ હતી અને તમામને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં

આ સમીક્ષા બેઠકમાં ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, એસ.એમ.એસ મોનિટરિંગ એફએસટી, એસેસટી, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, એમ.સી.સી, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, એમ.સી.એમ.સી, સ્વીપ એક્ટિવીટી, માઈગ્રેટ ઈલેક્ટર્સ,  જેવી જુદી જુદી કામગીરી અંગે જવાબદાર શીર્ષ નોડલ અધિકારી ઓ સાથે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારી ઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   તુષાર જાની, એક્સપેન્ડીચર મોનીટરિંગ નોડલ અધિકારી   રવિન્દ્ર ખતાલે, મોડલ કોડ ઓફ ક્ધડક્ટ નોડલ અધિકારી વાય.ડી.શ્રીવાસ્તવ, કાયદો અને વ્યવસ્થા અધિકારી  મનોહરસિંહ જાડેજા, મેનપાવર મેનેજમેન્ટ નોડલ અધિકારી અધિક કલેક્ટર   બી.વી.લિંબાસિયાએ વિવિધ નોડલ અધિકારી ઓ સાથે ચૂંટણી અંગે પરામર્શ કરી મહત્વના ચૂંટણીલક્ષી મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.