Abtak Media Google News

કાળજી, રસીકરણ, આઈસોલેશન સેન્ટરના ઉપયોગ જરૂરી માર્ગદર્શન સુચનો અપાયા

અબતક ભારતી માખીજાણી, ગાંધીધામ

રાજયના મુખ્ય સચિવ  પંકજકુમારની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગ વાયરસના સંક્રમણને ધ્યાને લઇ કલેકટર કચેરી, ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ  પંકજકુમારે કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ બાબતની જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા પાસેથી વિગતે માહિતી જાણી હતી તેમજ વર્તમાન પરિસ્થિતિ અને અસરગ્રસ્ત પશુ અને વિસ્તારોની વ્યવસ્થા તેમજ બિન અસરગ્રસ્ત પશુઓમાં તકેદારી બાબતે વાકેફ થયા હતા.હાઈટેક પધ્ધતિથી ઉપલબ્ધ સંશાધનો દ્વારા પારદર્શક સારવાર, કાળજી, રસીકરણ, આઈસોલેશન સેન્ટરના ઉપયોગ તેમજ અસરગ્રસ્ત પશુધન અને બિનઅસરગ્રસ્ત પશુઓમાં તેમજ સરહદી જિલ્લા વિસ્તારમાં પશુ રસીકરણ કરવા પર સચિવ એ ભાર મુકતાં માર્ગદર્શક સૂચનો રજુ કરી સ્થાનિકેથી સતર્કતાની અમલવારીથી રોગ નિયંત્રણ લાવવા પર ભાર મૂકયો હતો.

જિલ્લાના પશુધનના રસીકરણ, સારવાર અને આઈસોલેશનવાળા પશુઓ પર ધ્યાન રાખવા જણાવી દૈનિક કામગીરીની પરિણામલક્ષી વિગતોથી લમ્પી રોગને અંકુશમાં લેવાના પગલાંને સબંધિતોને સાર્વત્રિક માહિતગાર કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.લમ્પીથી અસરગ્રસ્ત જિલ્લાના 548 ગામોમાં 164981 પશુઓને રસીકરણ, કુલ 43731 પશુઓને સારવાર અપાઇ છે તેમજ જિલ્લાની 102 પાંજરાપોળ, ગૌશાળામાં 5307 અસરગ્રસ્ત તમામને સારવાર રસીકરણ કરાયેલ છે. આ માટે 26 આઈસોલેશન સેન્ટરમાં 754 પશુઓની સારવાર 58 મોબાઈલવાન સહિત 72 ટીમના કુલ 103 નિષ્ણાંત માનવબળ સારવારમાં છે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વર્માએ જણાવ્યું હતું.

રાજયમાં લમ્પી ચર્મરોગ અસરગ્રસ્ત 14 જિલ્લાઓ તેમાં વિશેષ કચ્છ, બનાસકાંઠામાં નિષ્ણાંત વધુ ટીમ સક્રિય કરાશે તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં 24ડ્ઢ7 રસીકરણ કરાય. અસરગ્રસ્ત પશુઓના આહાર વિહાર રહેઠાણની સ્વચ્છતા પર વિશેષ કામગીરી કરાય તેમજ દૈનિક મુલાકાતો અને નિરીક્ષણ અને જરૂરી ફેરફારના આયોજન ટેકનોલોજી દ્વારા સબંધિત સૌને જણાવવા પર ચર્ચા કરાઈ હતી. લમ્પી અસરગ્રસ્ત અને બિનઅસરગ્રસ્ત પશુ પર માર્કો લગાવવાનું તેમજ તમામ પશુઓના રસીકરણ કરવાનો વેગ વધારવા જણાવ્યું હતું.આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ (રેવન્યુ) અને સી.ઈ.ઓ. જી.એસ.ડી.એમ.એ. કમલ દયાની, અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર  શાહમીના હુસેન, મહેસૂલ અને સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન મત્સ્યપાલન સચિવ  કે.જી.ભીમજીયાણી, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટ  ડો.ધીમંત વ્યાસ, સંયુકત નિયામક   ડો.આર.બી.પટેલ, જિલ્લા કલેકટર  પ્રવિણા ડી.કે., પશુપાલન નિયામક  ડો.ફાલ્ગુનીબેન ઠાકર, લમ્પી નિયંત્રણ આયોજન માટે ખાસ નિમણુંક સંયુકત નિયામક ડો.એસ.પી.ભગોરા, જિલ્લા નાયબ પશુપાલન અધિકારી  ડો.હરેશભાઇ ઠકકર, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.