Abtak Media Google News

આપણાં દેશમાં 1920થી રેડક્રોસ સોસાયટી કાર્યરત છે: વિશ્વમાં 190 થી વધુ દેશોમાં સંસ્થા પ્રવૃત્તિ પ્રોજેકટ ચલાવે છે: રેડક્રોસ સોસાયટીને ત્રણ વખત નોબેલ શાંતિ પુરસ્કાર મળેલ છે: વૈશ્વિક સ્તરે કોરોના મહામારીમાં પણ આ સંસ્થાની કામગીરી અજોડ રહી હતી

ચિકિત્સા અને માનવીય અભિગમનો મુખ્ય હેતુ સંસ્થાનો છે: પ્રથમ વિશ્વ યુઘ્ધ વખતે ભારતમાં પ્રભાવિત સૈનિકો માટેની રાહત સેવા સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ અને બ્રિટીશ રેડક્રોસના સમન્વયથી કરાઇ હતી: 1947ના ભાગલા બાદ પાકિસ્તાન રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઇ હતી: 1992 માં ફરી રેડક્રોસ સોસાયટીના સંશોધન બીલમાં સુધારા-વધારા કરાયા હતા

રેડક્રોસ અને રેડ ક્રીસેંટ સોસાયટી ઇન્ટરનેશનલ ફેડરેશનની સ્થાપના 1919માં કરવામાં આવી હતી. આજે તેમની સાથે વિશ્વનાં 190 થી વધુ દેશો જોડાયેલા છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય  સ્તરે રાહત સહાયતા મિશન- આયાત સ્થિતિમાં સહાય સાથે યુઘ્ધના સમયે તમામ પ્રકારે સેવા જેવી વિશિષ્ટ કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં જાણીતી છે. લગભગ બધા જ દેશ તેના સભ્યો છે, જે તેના દેશમાં આંતરરાષ્ટ્રીય માનવીય કાનુન અને આંતરરાષ્ટ્રીય આંદોલનના કાનુન અને સિઘ્ધાંતોને અનુસાર કામ કરે છે. આયાત કાલીન ચિકિત્સા સેવા પ્રદાન કરવા માટે રેડક્રોસ સોસાયટી સુવિખ્યાત છે. વિશ્વ રેડક્રોસ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. વૈશ્વિક કોરોના મહામારીમાં પણ આ સંસ્થા વૈશ્વિક લેવલે કાર્યરત છે, અને શ્રેષ્ઠ કામગીરી કરેલ છે.

18મી સદીના મઘ્ય સુધી હતા હતો માટે કોઇ સંગઠીત અને વ્યવસ્થિત રીતે સ્થાપિત સેના નર્સિગ સિસ્ટમ ન હતી, અને યુઘ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકોની સારવાર અને ઇલાજ માટે કોઇ નકકર સીસ્ટમ વિશ્વભરમા: ન હતી. 1859માં સ્વિસ વેપારી જીન હેનરી ડુનેટે એ જમાનામાં ફ્રાંસ દ્વારા અલ્જીરીયામાં વેપાર માટેની મુશ્કેલીની રજુઆત કરવા ફ્રાંસના સમ્રાટને પોલિયનને રજુઆત કરવા ઇટાલી ગયા. એ ગાળામાં બે દેશો વચ્ચે યુઘ્ધ ફાટી નીકળતા 40 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા કે ઘાયલ થયા ત્યારે હેનરીએ સૈનિકોની પીડા, તબીબી  સેવાની ખામી સાથે દ્રશ્યો જોઇને ખુબ જ હેરાન થયા હતા. તેણે તેની યાત્રાનો મૂળ હેતુ છોડીને ઘાયલ સૈનિકોની મદદમાં પોતાને સમર્પિત કરી દીધા હતા. કોઇ ભેદભાવ વગર તેમની સેવાએ વૈશ્વિક સ્તરે રાહત આયોજન વિચારનો ઇશારો કર્યો હતો.

વતન પરત ફરેલા હેનરીએ 1859 માં યુઘ્ધના સમયે ઘાયલ સૈનિકો માટેની મદદ કરતી રાષ્ટ્રીય સ્વૈચ્છીક સંગઠનની સ્થાપના કરી હતી. બાદમાં વિશ્વના દેશો વચ્ચે યુઘ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકો માટે મેડીકલ ફિલ્ડ હોસ્પિટલ અને સુરક્ષાની ગેરંટી માટે આંતરરાષ્ટ્રીય સંઘીનું આહવાન થયું. 1863 માં થયેલ યુઘ્ધમાં આ સંસ્થાએ ખુબ જ સારી કામગીરી કરતા અન્ય દેશોએ નોંધ લઇ એ બાબતે કાર્ય શરુ કર્યુ હતુંને ર9 ઓકટોબર 1863માં સંમેલનમાં વિવિધ પ્રસ્તાવો પસાર કર્યા જેમાં ઘાયલ સૈનિકો માટે રાષ્ટ્રીય રાહત સમિતિ, તેમની નિષ્પક્ષતા અને સુરક્ષા, યુઘ્ધના મેદાનમાં રાહત સહાયતા માટે સ્વયઁસેવક દળ સાથે આ કાર્યો કરનારને એક ચોકકસ સુરક્ષા પ્રતિકનું નકકી થતાં રેડક્રોસ નો ઉદય થયો.

આ ઘટના બાદ એક જ વર્ષમાં સ્વિસ સરકારે બધા યુરોપિયન દેશોની સરકાર સાથે અમેરિકા, બ્રાજિલ, મેકસિકો જેવા દેશોને સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ અપાયું. 16 દેશોના ર6 પ્રતિનિધિઓ જીનીવામાં મળ્યા જેને રર ઓગસ્ટ 1864 માં ઘાયલ સૈનિકોની સ્થિતિ સંશોધન માટે થોડાક નિયમો અપનાવ્યા. 1901 માં જયારે પેલો નોબલ શાંતિ પુરસ્કાર અપાયો ત્યારે પાયોનિયર હેનરી ડુનેટ અને ફેડરીક પૈસીને સંયુકત અપાયો હતો.

પહેલા વિશ્વ યુઘ્ધ સમયે આઇ.સી.આર. સી. ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ યુઘ્ધમાં જાપાન – અમેરિકા,  સહિત દુનિયાભરમાંથી રેડક્રોસ નર્સ ઘાયલ સૈનિકોની સેવા કરવા યુઘ્ધ મેદાનમાં ઉતરી પડી હતી. દુનિયાના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેજીને 2020માં પ્રથમ પુષ્ટ ઉપર સાલ લખીને રેડક્રોસ કરેલ કારણે કોરોના મહામારીએ વિશ્વને તહસનહસ કરી નાખ્યું હતું.

આપણાં દેશ ભારતમાં પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપાના 1920 માં કરવામાં આવી હતી જેનો ઉદેશ ચિકિત્સા અને માનવીય અભિગમનો હતો. પ્રથમ વિશ્વ યુઘ્ધ વખતે ભારતમાં પ્રભાવિત સૈનિકો માટેની રાહત સેવા સેંટ જોન એમ્બ્યુલન્સ અને બ્રિટીન રેડક્રોસ ના સમન્વયથી કરાઇ હતી. 17 માર્ચ 1920 માં ભારતીય રેડક્રોસ સોસાયટી અધિનિયમ જાહેર કરાયો. આજે સમગ્ર દેશમાં 700 થી વધુ રેડક્રોસ સોસાયટી કાર્યરત છે. યુઘ્ધ પછી 1947 માં ભાગલા બાદ પાકિસ્તાન રેડક્રોસ સોસાયટી અલગ બની હતી. 1992માં ફરી રેડક્રોસ સોસાયટીના સંશોધન બીલમાં સુધારા વધારા કરાયા હતા.

આજે વિશ્વસ્તરે અને ભારતમાં રેડક્રોસ સોસાયટી દર્દીની સેવા બ્લડ બેંક, રકતદાન કેમ્પ, પ્રાથમિક સારવાર તાલિમ આયોજન જેવા વિવિધ પ્રોજેકટો ચલાવી રહી છે. શાળા – કોલેજમાં વિદ્યાર્થીઓ માટે રેડક્રોસ સોસાયટી વિવિધ આયોજન કરીને માહીતી આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સૌથી ખરાબ વર્ષ 2020 કોરોના મહામારીનું રહ્યું જેમાં રેડક્રોસ સોસાયટી ઘણી ઉમદા સેવા કરી છે.

1859માં હેનરીએ યુઘ્ધના ઘાયલ સૈનિકોની મદદ કરતી સંસ્થા શરુ કરી !

18મી સદીના મઘ્ય ભાગ સુધી હતા હતો માટે કોઇ સંગઠન અને વ્યવસ્થા સ્થાપિત ન હતી, નર્સીગ સિસ્ટમ પણ ન હતી. યુઘ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકો ની સારવાર ઇલાજ માટે કોઇ નકકર સીસ્ટમ ન હતી. 1859માં સ્વિસ વેપારી જીન હેનરી ડુ નેટ ફ્રાંસ દ્વારા અલ્જીરીયામાં વેપારની મુશ્કેલીની રજુઆત કરવા સમ્રાટ નેપોલિયનને મળવા ગયા હતા, ત્યારે બન્ને વચ્ચે ચાલતા યુઘ્ધમાં 40 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા ત્યારે તેની પીડા દર્દ સાથે તબીબી સેવાની ખામીના દ્રશ્યો જોયાને બાદમાં 1859માં યુઘ્ધના ઘાયલ સૈનિકોને મદદ કરતી કરતી સંસ્થાની સ્થાપના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.