Abtak Media Google News

છેલ્લા કેટલાયે સમયથી ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં ખુબ જ પ્રચલીત બની ગયું છે તો તેની સામે સામે ભાદરવાના ભીંડા જેવા ફુટી નિકળેલા કેટલાય લોકો પોત-પોતાના રોટલા શેકવા ફુટી નિકળ્યા છે. ક્રિપ્ટો કરન્સી આમેય ચર્ચાનો મુદો રહ્યો છે. લાલચનાં લીધે લોકો આમાં દિવસને દિવસે ફસાતા રહે છે ત્યારે માર્કેટમાં નવી એક રીગલ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવી છે.

હાલમાં જ એક હિસ્સો બન્યો છે જેમાં સીઆઈડી દ્વારા બિટકોઈન માટે બિટકનેકટ પ્રમોટર દ્વારા એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં દિવ્યેશ દરજી દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ લોકો સાથે આચરવામાં આવ્યું છે જેમાં રીગલ કોઈન નામની ક્રિપ્ટો કરન્સીમાં લોકોનું રોકાણ કરાવ્યું હતું. સુરતનાં અડાજણનાં રહેવાસી દરજીએ પણ ૨૨૦૦૦  રૂ.નાં બીટકોઈન સ્કેમમાં આવેલો હતો. આ ઉપરાંત ૧૦૦૦ કરોડનો સ્કેમ દેકાડો કોઈને આ ત્રીજો એવો કિસ્સો છે જેમાં દરજી ફરીથી ઝડપાયો છે.

સીઆઈડીએ ઓફિશીયલી જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૭માં તેણે ઓફર કરેલી કે ઈન્વેસ્ટમેન્ટનાં ૫૦૦૦ ટકા રીટર્ન મળશે. તેણે ઈન્વેસ્ટરને ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા અને રીગલ કોઈન યુ.એસ. ડોલર ૨નું ઈન્વેસ્ટમેન્ટ અને યુ.એસ. ડોલર ૧૦૦નું રીટર્ન મળશે અને એ પણ ટુંક સમયમાં એવું બતાવી અને લાલચ આપી ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રેર્યો અને તેણે ઈન્વેસ્ટરને બિટકોઈનમાં રીગલ કોઈન વધારે રીટર્ન આપશે તેવું જણાવી અને વચન આપ્યું.

આ ઉપરાંત દરજીએ વચન આપ્યું કે ૯૯ દિવસમાં જ તેમણે રોકેલી મુડી પરત મળી જશે. આ ઉપરાંત તેમને કરેલી ઈન્વેસ્ટમેન્ટ સાથે વ્યાજ પણ રોબોટીક ટ્રેડિંગ પ્રોફિટ સાથે ૧ ટકા થી ૧.૬ ટકા બોનસ રીફરલ બોનસ તરીકે દર ૧૧ દિવસે મળશે જે સીઆઈડી દ્વારા ઓફિશીયલ જાણકારી આપવામાં આવી હતી. નવું કૌભાંડ સુરત વિસ્તારમાં સામે આવી વિશાલ સાવલિયાએ સીઆઈડીનો સંપર્ક કરી અને જણાવ્યું કે, તેણે ૧૭.૫૦ લાખનો રીગલ કોઈનમાં કર્યું હતું. સાવલીયાએ દરજીની દિકરીને પૈસા આપ્યા હતા. ડિમકી દ્વારા બીજા એક વ્યકિત અને દરજી પણ સામેલ હતો. રામદયાળ પુરોહિત અને ડિમકી પોતે રીગલ કોઈનની એપ ડાઉનલોડ કરી અને સાવલિયાનો સેલફોન પરથી અને વેબસાઈટ પર રજીસ્ટર કરાવી હતી. સીઆઈડી દ્વારા ઓફિશીયલ જાહેરાત કરવામાં આવી હતી. સાવલીયાની સાથે સાથે બીજા વ્યકિત પણ જોડાયેલા હતા. રાજેશ મનીયા અને કિરીટ પરમાર પણ ૧૦.૫૦ લાખ રૂ. અને ૧૭.૫૦ લાખ ક્રિપ્ટો કરન્સીમાં રોકાયા હતા. રીગલ કોઈનની વેલ્યુ એક વખત યુએસ ડોલર ૧૦૦ સુધી પહોંચી હતી પરંતુ કંપની રૂ.૪૫ લાખ ભાવ થઈ ગયો.

સીઆઈ દ્વારા ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી કે આ કૌભાંડ કરોડો ‚પિયાનું છે. હાલની પરિસ્થિતિમાં માત્ર એક જ વ્યકિત એરેસ્ટ થઈ છે જેમાં પુરોહિત પકડાયો છે. જયારે દરજી, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર એક મહિના પહેલા જ છુટી ગયો હતો અને ભાગી ગયો હતો. સીઆઈડીએ દરજી વિરુઘ્ધ કમ્પ્લેઈન કરી હતી જેમાં તેની દિકરી અને પુરોહિત પણ સામેલ છે. મેહુલ પચ્ચીગર આઈપીસી સેકશનની નીચે ચીટીંગ તેમજ ઈન્વેસ્ટર ડિપોઝીટ એકટની નીચે ગુજરાત પ્રોટેકશન દ્વારા પ્રાઈઝ ચીટ મની સકર્યુલેશન સ્કીમ બેનીંગ એકટ ગુનો નોંધાવ્યો હતો. ટુંકમાં ક્રિપ્ટો કરન્સીમાં નફાની લાલચે વધુમાં વધુ લોકો ફસાતા જ જાય છે અને આખરે નફાની સાથે સાથે મુડી પણ ગુમાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.