Abtak Media Google News

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા માં આનંદમયી ક્ધયા વિદ્યાલય ખાતે તારુણ્ય કાળમાં સંવાદ અને એકાગ્રતા વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ 8 અને 9 ની વિદ્યાર્થીનીઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં માં આનંદમયી ક્ધયા વિદ્યાલયના પ્રિન્સીપાલ   લીનાબેન ત્રિવેદી એ સૌનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવેલ.

Befunky Collage 2

ત્યારબાદ ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ ના પ્રોગ્રામ ઓફિસર  મહેશભાઈ રાઠોડ દ્વારા એકગ્રતા અને સંવાદ વિષે ઉંડાણથી સમજ આપી હતી.ત્યારબાદ રમત રમાડીને પ્રત્યક્ષ સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ. ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ ના નર્સિંગ સ્ટાફ   સોનલબેન દેવાચાર્ય દ્વારા દીકરીઓને માસિક ધર્મ અને તે સમયે રાખવાની પરેજી બાબતે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવેલ. આ ઉપરાંત ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન માંથી  અશ્વિનભાઈ ગોહિલ દ્વારા કિડનીની જાળવણી અને તેનું અગત્યતા  વિષે વિસ્તારથી વાત કરેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.