- જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પનું આયોજન
- 25 હજારથી વધુ લોકોના બેગમાં રેડિયમના સ્ટીકર લગાવાયા
- પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરાયું શરુ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હોળી ફુલડોલ ઉત્સવ ની ઉજવણી કરવા માટે દ્વારકાધીશ મંદિરે જતા પદયાત્રીઓ માટે જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પમાં પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફો ન થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા ઉભી કરવામાં આવી છે. જેમાં લોકો ના આરોગ્ય ની સંભાળ માટે મસાજ મશીન તેમજ થાક લાગ્યો હોઈ તો આરામ કરી શકે સાથે જ ગરબા રમી શકે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમજ પદયાત્રીઓ રાત્રીના સમયમાં વધુ પ્રમાણમાં ચાલતા હોઈ જેથી માર્ગ અકસ્માતને અટકાવવા માટે પદયાત્રીઓની બેગ પર 25 હજાર થી વધુ રેડિયમના સ્ટીકર પણ લગાવવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા માં આગામી 14 માર્ચ ના રોજ હોળી ફુલડોલ ઉત્સવ ની ઉજવણી થનાર છે ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના મુજબ આવનાર પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પ ઉભો કરાયો છે ખંભાળિયા જામનગર હાઇવે પર આવેલા આરાધના ધામ નજીક પોલીસ પરિવાર ના આ કેમ્પ માં દ્વારકા ના જગત મંદિર ખાતે ફુલડોલ ઉત્સવ ની ઉજવણી કરવા જતાં હજારો પદયાત્રીઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરાઈ છે સાથે સાથે લોકો ના આરોગ્ય ની સંભાળ માટે મસાજ મશીન , થાક લાગ્યો હોઈ તો આરામ કરી શકે સાથે જ લોકો ગરબા રમી શકે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે.
સાથે સાથે પદયાત્રીઓ રાત્રીના સમયમાં વધુ પ્રમાણમાં ચાલતા હોઈ જેથી માર્ગ અકસ્માત ને અટકાવવા માટે પદયાત્રીઓ ની બેગ પર 25 હજાર થી વધુ રેડિયમ ના સ્ટીકર પણ લગાવવામાં આવી ચુક્યા છે હોળી કે રંગ આંખો કે સંગ સૂત્ર હેઠળ 7 હજાર થી વધુ લોકો ની આંખો ની તપાસ કરી છે અને 700 થી વધુ લોકો ને નિઃશુલ્ક ચશ્મા વિતરણ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી ચુક્યા છે પદયાત્રીઓ ને નાસ્તો અને ભોજન ની પણ વ્યવસ્થા કરાઈ છે દરરોજ50 હજાર થી વધુ કેમ્પમાં આશરો લે છે અને 7 હજાર થી વધુ લોકો ભોજન લે છે સાથે જ દ્વારકા જવા ના તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે રસ્તામાં કોઈ તકલીફ ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના મહત્વ ના સ્થાનો પર બેરીકેટ્સ મુકવામાં આવ્યા છે ત્યારે ખંભાળિયા નજીક હાઇવે પર આવેલા આ કેમ્પ માં લોકો મુક્ત મને રહી શકે અને પોલીસ ની એક અલગ ઓળખ ઉભી થાય તેમજ લોકો પોલીસ ને પણ તેના મિત્ર અને પરિવાર ના જ લોકો સમજી શકે તે માટે ખાસ પદયાત્રીઓ માટે કેમ્પ ઉભો કરાયો છે જેથી ભગવાન ના ભક્તો પદયાત્રા કરી રહ્યા હોય તેઓની સેવા પોલીસ ના અધિકારીઓ અને કર્મચારીઓ કરી અનેરો લ્હાવો લઈ રહ્યા છે…
ખંભાળિયાના આરાધના ધામ કાર્યરત પોલીસ સેવા કેમ્પમાં 15 હાજર કરતા વધારે લોકો પ્રાથમિક મેડિકલ સારવાર તથા 25 હજારથી વધુ લોકોની સુરક્ષા માટે “જય દ્વારકાધીશ” રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પ્રજાની મિત્ર છે તે દર્શાવતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે
જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરધના ધામ નજીક “પોલીસ સેવા કેમ્પ” શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, શરબત, ચા – નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ૨૫ હજારથી વધુ લોકોની સુરક્ષા માટે “જય દ્વારકાધીશ”ના સ્ટીકરો તેમજ રેડિયમ પટ્ટી લગાડવામાં આવી છે. માત્ર એટલું જ નહિ રાત્રિ દરમ્યાન જતા પદયાત્રીઓને 800 કરતા વધારે ટોર્ચ આપવામાં આવી હતી. ઉપરાંત 15,300 જેટલા પદયાત્રીઓની પ્રાથમિક મેડિકલ સારવાર તથા નેત્ર નિદાન કેમ્પ મારફત 7430 જેટલ પદયાત્રીઓના આંખોની ચકાસણી કરી 906 જેટલા યાત્રીઓને સ્થળ પર જ ચશ્મા વિતરિત કરાયા હતાં.
અહેવાલ: મહેન્દ્ર કક્કડ