Abtak Media Google News

શુક્રવારે મહારકતદાન કેમ્પ અને મેડિકલ સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે

પડધરીના સ્વ. ચંદુભા મેરૂભા રાઠોડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 2/9 ને શુક્રવારના રોજ મહા રકતદાન તથા મેડીકલ સાધન સહાય વિતરણનું આયોજન કરાવેલ છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા મહેશભાઇ રાજપુત, ચંદુભા પરમાર, ચંદુભા ડોડીયા, દિલીપસિંહ ગોહેલ, આશિષસિંહ ડોડીયા, અશોકભાઇ રાઠોડ, ભૌમિક તળપદા, સતીષ વડગામા, અક્ષય લહેરુ વિગેરેએ યોજાનાર કાર્યક્રમની વિશેષ વિગતો આપી હતી.

સ્વ. ચંદુભા મેરૂભા રાઠોડના પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિમિતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.

પડધરી તાલુકાના રત્ન સમાન સામાજીક આગેવાન સ્વ. ચંદુભા મેરૂભા રાઠોડ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ લોક હિત માટે માનવજીવન  બચાવવા અને માનવતા ધર્મ બજાવવા મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. તા. ર-9 શુક્રવાર સવારે 9 થી બપોરે ર વાગ્યા સુધી પડધરી ખાતે આવેલ પ્રગટેશ્ર્વર મહાદેવ મંદિર આ મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

પડધરી તથા આજુબાજુ વિસ્તારના તમામ લોકોને તથા સેવાભાવી યુવાનોને આ કેમ્પમાં વધુમાં વધુ જોડાવા સ્વ. ચંદુભા મેરુભા રાઠોડ ચેરીટેબલ ટ્રસ્ટ વતી અપીલ કરાઇ છે. મહા રકતદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઇ અને વધુ રકત એકઠુ થાય તો માનવીની અમૂલ્ય જીંદગી બચાવવાના આ માનવ કાર્યના ઉમદા હેતુઓથી વધુ લોકોને જોડાવા અપીલ છે. સ્વ. ચંદુભા મેરુભા રાઠોડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડીકલ સાધનોની સહાય પણ વિના મૂલ્યે જરુરીાત મંદ દર્દીઓને આપવામાં આવશે. જેમ કે પલંગ, વ્હીલચર, વોટર બેગ, વોકર, ટોયલેટ ચેર, જેવા મેડીકલ સાધનો પણ પડધરી તથા આજુબાજુના વિસ્તારના લોકો માટે વિના મૂલ્યે જરુરીયાત મંદ લોકોને આપવામાં આવશે. તેમ સ્વ. ચંદુભા મેરૂભા રાઠોડ ચેરીટેબલ ટ્રસ્ટ પડધરીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.