Abtak Media Google News

ભારતને અંગ્રેજોની ગુલામીમાથી આઝાદી અપાવવા અનેક શૂરવિરોએ બલિદાન આપપ્ય છે અને આજે પણ તેના એ બલિદાનોને દરેક ભારતીય વંદન કરે છે. ત્યારે એક સમય એવો હતો જ્યારે ભારત માત્ર બ્રિટિશરોની જ ગુલામીમાં નહોતું પરંતુ પરંપરેઓને આધીન એવા અનેક કુરિવાજોની ગુલામીમાં પણ સબળતું હતું આપણું રાષ્ટ્ર, આપણે ખાલી ક્યાક થી પણ દાજયા હોઈએ છીએ ત્યારે ત્યાં દિવસો સુધી બળતરા અનુભવતા હોઈએ છીએ તેવા સમયે ભારતમાં એક સમય એવો પણ હતો જ્યારે પરિણીતા તેના પતિના મૃત્યુ બાદ પતિની ચિત્તા સાથે જીવતી સતી થતી હતી.

Ilustrasi Sati 20180622 180134

એવોજ બીજો કુરિવાજ એ હતો જેમાં કુમળા ફૂલ જેવા બાળકોના બાલ વિવાહ કરવામાં આવતા હતા જેના કારણે બાળકોનું બાળપણ તો છિન્નભિન્ન થયી જતું જ હતું સાથે સાથે તેના સ્વાસ્થ્યને પણ નુકશાન થતું હતું. પરંતુ આ પરિસ્થિતી સામે લડવા વાળું હોય ન હતું ત્યારે એક એવા સમાજ સુધારકે આ બાબતે લડત શરૂ કરી હતી અને તેનો અંત આણ્યો હતો. એ સમાજ સુધારક એટલે રાજા રામ મોહન રાય…

Raja Ram Mohan Roy Copyવાર્તમાન સમયમાં જે આધુનિક ભારતની કલ્પનાઓ થયી રહી છે એવિચારોના મૂળ આમ જોઈએ તો રાજા રામ મોહન રૈના વિચારોમાં તદર્શ જોવા મળતા હતા. આજે જે સ્ત્રી શક્તિને ઉજાગર કરવાના યથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે વિચારોને તે સમયે રાજા રામ મોહન રાય દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યા હતા અને તેની સહમતી પણ હતી કે સ્ત્રી શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ તેમજ સ્ત્રીને એટલે કે દીકરીને પિતાના વરસનો હિસ્સો માનવમાં આવે અને તેને મિલકતમાં પણ સમકક્ષ ભાગ આપવો જોઈએ.

જ્યારે ભાઈના મૃત્યુ બાદ ભાભીને જવાતી ચિત્તા સતી થતી જોઈ અને તે અસહ્ય પીડાને નજરોનજર જોઈ તીરે તેને સતી પ્રથા નાબૂદ કરવા કુરિવાજો સામે લડત મંડી હતી અનર અંતે તેમાં સફળતા પણ મેળવી હતી.

Raja Ram Mohan Roy 1વિશ્વની અનેક ભાષાઓ અને ધર્મોના જાણકાર એવા રાજા રામ મોહન રાય મારા હિન્દુ ધર્મના જ સુધારકા નહોતા, તેઓ એકેશ્વરવાદમાં પામ માનતા હતા. અને તેમણે નિરાકારમાં માનતા હોય તેવા બ્રહ્મ સાંજની પણ સ્થાપના કરી હતી.

ગુલામ ભારતમાં ભારતીયોને પોતાના વિચારો પણ મુક્તમને પ્રગટ કરવાનો અધિકાર નહોતો ત્યારે રાજા રામ મોહન રાયે અન્ય દેશભકતો સાથે મળીને પ્રેસની સ્વતંત્રતા માટે હાઇ કોર્ટમાં રજૂઆત કરી હતી ,અને ત્યાં અસફળતા મળતા રાજા રામ મોહન રાયે તેના વિરુધ્ધ મંત્રી પરિષદમાં પણ અપીલ કરી હતી.

આટલું જાણ્યા બાદ રાજા રામ મોહન રાય માટે એ કહેવું વધુ પડતું નહીં હોય કે તેઓ ભારતીય રાષ્ટ્રીયતના પૈગંબર અને આધુનિક ભારતના પિતા છે.

Raja Ram Mohan Roy 2“કોઈ પણ ધર્મનો ગ્રંથ વાંચી લેવાથી જતી ભ્રષ્ટ થવાનો સવાલ જ નથી આવતો , મે પણ અનેક વાર બાઇબલ અને કુરાન શરીફનું વાંચન કર્યું છે એનાથી હું નથી ઇશાઈ બન્યો કે નહીં મુસલમાન. એવા કેટલાય યુરોપીઓ છે જેને ગીતા અને રમાયનનું પઠાણ કર્યું હશે તો એ લોકો હિન્દુ તો નથી થયા.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.