Abtak Media Google News

કાશ્મીરની તંગધાર બોર્ડર પર છાવણી પર થયેલા તોપમારા વખતે સાત ફુટ ઉંચો કુદકો લગાવીને વીર પ્રતાપસિંહ ઝણકાટે તોપગોળો પોતાની છાતીએ ઝીલી લઈ શહિદી વ્હોરી

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના દરિયાઈ પટ્ટીના નાનકડા ગામ પણાદર ગામે આજથી કારડીયા રાજપુત પરીવારમાં આજથી ૪૮ વર્ષ પહેલા એક મા ભોમનો રક્ષક જન્મ્યો. નામે પ્રતાપસિંહ ઝણકાટ આ પ્રતાપસિંહ ધો.૧ થી ૭ ધોરણ સુધી ગામની જ શાળામાં અભ્યાસ પુરો કર્યો. ૮,૯ અને ૧૦મું ધોરણ કોડીનાર ભણીને આર્મીની ભરતી આવતા અવ્વલ દરજજે કસોટી પાર કરી ભારતીય સેના જોઈન કરી ૧૬ વર્ષનો કુટડો જવાન સૈનિક બન્યો

. દેશના વિવિધ રાજયોમાં છ વર્ષ ફરજ બજાવી સાતમા વર્ષે કાશ્મીરમાં ફરજ પર રહ્યો. એક દિવસ દુશ્મન સાથેની ગોળીબાર વખતે ૫૪ જવાનોની છાવણીમાં તોપનો ગોળો ઝીંકયો હતો ત્યારે આ જવાને છલાંગ લગાવી ગોળો પોતાની છાતીએ ઝીલીને શહિદી વ્હોરી હતી.

શહીદના મોટાભાઈ નાથાભાઈ ઝણકાટે જણાવ્યું કે, ગીર સોમનાથના નાનકડા ગામનો આ યુવાન આર્મીમાં ભરતી થઈ કાશ્મીર સરહદે દેશની રક્ષા કરતો હતો. પ્રતાપસિંહની માતા વલુબેન અને પિતા હાજાભાઈ સહિત ગામ લોકોની છાતી ગજ ગજ ફુલતી હતી ગામનો પ્રથમ યુવાન લશ્કરમાં ભરતી થયો હતો.

ગ્રામજન ભરતભાઈ બારડે જણાવ્યું કે, ૪ ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે કાશ્મીરની તગધાર બોર્ડર પર ૧૨ મહાર રેજીમેન્ટની એક પ્લાન્ટ છાવણી નાખીને દેશની ચોકી કરતી હતી. આતંકવાદીઓને વિણી વિણીને ઘ્વસ્ત કરવામાં આવતા હતા. આજ દિવસે સમીસાંજે વિર પ્રતાપસિંહ સંત્રી તરીકે ફરજ બજાવતો હતો. અન્ય ૫૪ સાથી સૈનિકો છાવણીમાં અંદર પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હતા.

વિર પ્રતાપસિંહની ચકોર નઝર ચારે તરફ કરતી હતી દુર ઘાટીમાંથી અચાનક આગનો ગોળો આવતો દેખાયો. સેંકડોમાં એ છાવણી ઉપર જ પડવાનો હતો કાંઈ જ થઈ શકે તેમ નહોતું. છાવણીની અંદર રહેલા ૫૪ સૈનિકોના જીવનું જોખમ હતું.

નાપાક દુશ્મન પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા તંગધાર વિસ્તારમાં રહેલી ભારતીય સૈનિકોની પ્લાટન ઉપર રોકેટ લોન્ચર અને ગ્રેનાઈડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આગનો ગોળો પોતાની છાવણી પર પડે અને ૫૪ સૈનિકોના જીવ જોખમમાં મુકાય તે પહેલા પળનો પણ વિલંબ કર્યા સિવાય ૬ થી ૭ ફુટ લાંબો કુદકો મારી એ દુશ્મનના ગોળાને છાતી પર ઝીલીને ખાઈમાં કુદી ગયો તેનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયું. વિર પ્રતાપસિંહ દેશ કાજે શહીદ થયો. પોતાનો જીવ આપી પોતાના ૫૪ સાથીઓના જીવ બચાવ્યા ગયું. વિર પ્રતાપસિંહ દેશ કાજે શહીદ થયો. પોતાનો જીવ આપી પોતાના ૫૪ સાથીઓના જીવ બચાવ્યા. શહીદ વિર પ્રતાપસિંહના પરીવારને પૂર્વ સૈનિકોના સંગઠન દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું છે.

શહિદની માતા વલુબેન ઝણકાટે જણાવ્યું કે, ગીર સોમનાથનાં પણાદર ગામનો વિર જવાન પ્રતાપસિંહ દેશ ખાતર શહીદ તો થયો પણ પોતાના ૫૪ સાથીઓના જીવ બચાવતો ગયો. અંતિમક્રિયા માટે શહિદ જવાનનું પાર્થિવ શરીર પણ ના રહ્યું. કાશ્મીરમાં જ તગધાર બોર્ડર પર આ શહીદ સૈનિકની ઘ્વજ સમાધિ પુરા માન સન્માન સાથે અપાઈ હતી. આ શહીદના વતન પણાદરના અનેક યુવાનો આજે પણ દેશના સુરક્ષાદળોમાં ફરજ બજાવે છે.

તેના માદરે વતનમાં શહીદ વિર પ્રતાપસિંહનું સ્મારક બનાવવામાં આવ્યુંં છે તો જે શાળામાં પ્રતાપ એ પ્રાથમિક અભ્યાસ કર્યો તે શાળાને પણ તેનું નામ આપવામાં આવ્યું છે. પરીવારજનો દ્વારા જે જુના મકાનમાં તેઓ રહેતા હતા તે મકાન અને જમીન પણ મંદિર બનાવવા દાનમાં આપી દેવાઈ છે. આમ આજે પણ આ શહિદ વીર પ્રતાપસિંહ પોતાના ગામ, શહેર અને દેશ માટે અમર બની ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.