Abtak Media Google News

વિચરીત વિમુકત જાતિના લોકોને પ્રશાસન તરફથી તમામ લાભો મળવા જોઇએ તે બાબતે રાજકોટ જીલ્લા કલેકટર ડો. અરૂણ મહેશ બાબુની પ્રેરણા તથા નિવાસી અધિક કલેકટર ઠકકરની સુચનાથી તથા પ્રાંચ અધિકારી રાજકોટ શહેર-ર ચરણસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર કે.એમ. કથિરીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેર-ર પ્રાંત કચેરી ખાતે વિવિધ સરકારી લાભો મળી રહે તે હેતુસર જાહેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

કેમ્પની ખાસિયત રહી હતી કે તેમાં સરકારી યોજનાઓની સાથો સાથ સ્થળ પર જ રસીકરણ અને કોરોના જાગૃતિ અંગે માહીતી પણ આપવામાં આવી હતી. રેશનકાર્ડ, આધાર કાર્ડ, એન.એફ.એસ.એ. હેઠળના લાભો, જાતિના દાખલા, આવકના દાખલા, સમાજ સુરક્ષા હેઠળની ગંગાસ્વરુપા સહાય યોજના, નિરાધાર વૃઘ્ધ સહાય, IGNO APS, દિવ્યાંગ સહાય, PMJAy કાર્ડ વિગેરે હેઠળના લાભો એ ક જ જગ્યાએ આવરી લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં લાભાર્થીઓને સદર કેમ્પના પ્રચાર પ્રસારમાં VSSM NGOના  કનુભાઇ બજાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કુલ 150 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જીલ્લા કલેકટર છે. અરૂણ મહેશ બાબુ જણાવે છે કે લોકાભિમુખ વહીવટમાં છેવાડાના માણસ સુધી સરકારી સહાય નો લાભ મળી રહે તો જ સુશાસન ગણાય રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર વિચરતી વિમુકત જાતિના લોકોના લાભાર્થે તમામ પ્રયત્નો કરવા કટિબઘ્ધ હોવાનું જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.