ગુરૂ ભકિતના આદર્શ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતા દેશના મુર્ધન્ય મહાનુભાવો

આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા. પ્રમુખસ્વામી મહારાજના ગુરુભક્તિમય જીવન અને કાર્યને દર્શાવતાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના લાખો લોકો જોડાયા હતા.

Screenshot 4 17  આજે પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગુરુદેવ તુમ્હારે ચરણ’ મેં કીર્તન પર સંગીત વૃંદ દ્વારા વિરલ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના-અંજલિ આપવામાં આવી હતી. આદર્શ શિષ્ય અને આદર્શ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં વણાયેલી અદ્ભુત ગુરુભક્તિના પ્રસંગોનું પાન બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચન શ્રેણી અંતર્ગત કરાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગુરુભક્તિ આ સંસ્થાનો પ્રાણ છે.

Screenshot 1 16 1

પ્રમુખસ્વામી મહારાજ આદર્શ ગુરુભક્ત હતા. આધુનિક યુગમાં તેમણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પો પૂર્ણ કરીને ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઓળખ આપી. આજે લાખો ભક્તો ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું ગુરુ ઋણ ચુકવવા માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં વિરાટ કાર્યો કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

સભામાં આગળ ‘ગુરુ પરમેશ્વર રે’ કીર્તન દ્વારા અખંડ ભગવાનમય એવા આદર્શ ગુરુના મહિમાને અને પ્રમુખસ્વામી મહારાજની  ગુરુભક્તિને  નિરૂપતી  સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ‘ગુરુભક્તિનો આદર્શ’ વિષય પર  બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂ. આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કરેલાં સર્જનોની પાછળ રહેલી ગુરુભક્તિ વિષે પ્રકાશ પાડ્યો હતો. ‘આદર્શ ગુરુભક્ત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ વીડિયો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ગુરુભક્તિ વિષયક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બીએપીએસસંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ડોક્ટર સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે કઈ રીતે એક આદર્શ શિષ્ય બની ગુરુભક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પડ્યું હતું તેના પ્રસંગો પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.

Screenshot 2 18 1

બાળનગરીએ સાચા અર્થમાં સંસ્કાર નગરી છે: ડો.પંકજ ચાંદે

ડો. પંકજ ચાંદે, ફાઉન્ડર, વાઇસ ચાન્સેલર, કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટીસૌ પ્રથમ હું પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી પર્વ પર પ્રમુખસ્વામી મહારાજને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પુ છું.હું અહી મારા સમગ્ર પરિવાર સાથે આ વિરાટ આયોજન અને નગરદર્શન માટે આવ્યો છું અને 80,000 સ્વયંસેવકોને જોઇને હું પ્રમુખસ્વામી મહારાજનો તેમના માટેનો પ્રેમ જોઈએ શકું છું.આપણાં ઘરમાં કોઈ વ્યક્તિને દાખલ કર્યાં હોય ત્યારે હોસ્પિટલમાં દર્દી જોડે રહેવા માટે કોઈ તૈયાર નથી હોતું પરંતુ અહી 80,000 સેવકો નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યા છે એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતાનો પરિચય કરાવે છે.

બાળ નગરી એ સાચા અર્થમાં સંસ્કાર નગરી છે કારણકે ત્યાં મનોરંજનની સાથે સંસ્કાર આપવામાં આવે છે.પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એ માતૃહૃદય હતું કારણ કે તેમના વ્યવહારમાં ક્યારેય ભેદભાવ જોવા મળ્યો નથી. પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ સંસ્કૃતિ નો પ્રચાર દુનિયાના ખૂણે ખૂણે કર્યો છે અને દેશ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા 1241 મંદિરો એ હસ્તકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.હું 24 વર્ષ પહેલાં લંડનમાં પ્રમુખસ્વામી મહારાજને મળેલો ત્યારથી મને મનાયું છે કે તેઓ સાક્ષાત્ દેવ માણુષ છે.

કલામ સાહેબે મને કહેલ કે પ્રમુખ સ્વામી મહારાજ લોકોની જીવન નૈયાના નાવિક હતા: અરૂણ તિવારી

ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી  પ્લેટિનમ જયુબિલી  મેન્ટરના અરૂણ તિવારીએ જણાવ્યુંં હતુ કેજ્યારે બધું અકલ્પનીય અને અદ્ભુત હોય ત્યારે બધા એમ કહે કે આ સાચું છે કે સ્વપ્નું ? એ જ રીતે મને આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને પણ એમ જ થાય છે કે આ સપનું છે કે સચ્ચાઈ?ડોક્ટર કલામ સાહેબે પ્રમુખસ્વામી મહારાજે આપેલા મયૂર મુદ્રા અને હારી એ છેલ્લા શ્વાસ સુધી પોતાની પાસે રાખી હતી કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને ડોક્ટર કલામ સાહેબ વચ્ચેનો પ્રેમ અનોખો હતો.

મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ ખુદ શાસ્ત્ર સમાન સંત હતા પરંતુ કલામ સાહેબે મને કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ હજારો લાખો લોકોની જીવન નૈયાના નાવિક હતા.ડોક્ટર કલામ સાહેબના ગુરુના ગુરુના શતાબ્દી મહોત્સવમાં મને હાજર જોઈને જો કલામ સાહેબ પૃથ્વી પર હાજર હોત તો મને કહેત કે ,‘પ્રમુખસ્વામી મહારાજ તમારા રક્ષક છે કારણકે સાચા ગુરુ હંમેશા ભક્તની રક્ષામાં હોય છે.‘

હું આ સંસ્થા પાસે મદદ માગું છું ટકાઉ શહેરી વિકાસ યોજનામાં સહયોગ કરવા: કેશવ વર્મા (નિવૃત્ત આઈએએસ ઓફિસર)

કેશવ વર્મા, નિવૃત ઈંઅજ ઓફિસર, ચેરમેન – હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એ જણાવ્યું હતુ કેઆજે 600 એકર જમીનમાં પથરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું વિચારું છું કે આ જાદુ કઈ રીતે થયું?ભવ્ય પ્રવેશદ્વાર અને જ્યોતિ ઉદ્યાન વગેરે જોઈને ભારતની ભવ્યતાનો અનુભવ થાય છે.

અહીંની વ્યવસ્થા અને પ્રબંધનને જોઈને હું ખૂબ જ અભિભૂત છું અને નગર સર્જન કરીને તમે આપણી સાચી શક્તિ પ્રદર્શિત કરી છે.મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિશ્વનાં અનેક દેશોમાં પહોંચી છે અને અનેક દેશોમાં સ્વાગત કરવામાં આવે છે કારણકે તેમને મેનેજમેન્ટની વ્યાખ્યા જ બદલી નાખી છે. હું બી એ પી એસ સંસ્થાની મદદ માંગું છું ટકાઉ શહેરી વિકાસ યોજનાઓમાં સહયોગ કરવા માટે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.