Abtak Media Google News
  • દિવ્યાંગ નોડલ અધિકારી અને યુનિક દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે “દિવ્યાંગ મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો
  • દિવ્યાંગજનોની સુવિધાઓ માટે ચૂંટણી પંચનો આભાર માનીને મતદાન કરવાની અપીલ કરતાં દિવ્યાંગ પેરાશૂટર ખેલાડી ભૂમિબેન મહેતા

“ચૂંટણી’ એટલે લોકશાહીમાં પોતાની હિસ્સેદારી નોંધાવાનો “અવસર”. આ અવસરમાં સમાજનો દરેક વર્ગ પોતાની હિસ્સેદારી નોંધાવે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. સમાજના યુવા વર્ગથી લઈને જૈફ વયના મતદારો મતદાન થકી ચૂંટણી પર્વમાં જોડાઈને લોકશાહીના પાયાને વધુ મજબુત કરે તે માટે અનેક સુવિધાઓનું નિર્માણ કર્યું છે.

જે અનુસંધાને લોકશાહીના પર્વમાં રાજકોટ જિલ્લાના દિવ્યાંગજનો મતદાન થકી 100 ટકા હિસ્સેદારી નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન તળે આનંદ નગર શાળા નં. 54, રાજકોટ ખાતે જિલ્લા દિવ્યાંગ નોડલ અધિકારીશ્રી ચંદ્રવદન મિશ્રા અને યુનિક દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે “દિવ્યાંગ મતદાર જાગૃતિ” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસે મતદાન પ્રતિજ્ઞા લેવડાવીને જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022માં દરેક નાગરિક મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેકવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. “મતદાન” પણ અન્ય “દાન”ની જેમ ઘણું પવિત્ર છે. ત્યારે સમાજના જવાબદાર નાગરિક તરીકે પ્રત્યેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ. લોકશાહીના પર્વમાં દિવ્યાંગજનોના મતનું પણ એટલું જ મહત્વ છે.

Utrr 2

તેથી દરેક દિવ્યાંગ વ્યક્તિ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે આ વખતે મતદાન મથક પર રેમ્પ, વહીલચેર, બેલેટ પેપર અને પરિવહન વ્યવસ્થાની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. તો આ સુવિધાઓનો લાભ લઈને અચૂક મતદાન કરીએ. વધુમાં ચૂંટણી પંચનો આભાર માનતા દિવ્યાંગ પેરાશૂટર ખેલાડી ભૂમિબેન મહેતાએ દિવ્યાંગજનોને મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો માટે ઙૂઉ મોબાઈલ એપ, પરિવહન વ્યવસ્થા, વહીલચેરની સુવિધાઓ ઉભી કરી તે સરહાનીય છે. આ સુવિધાઓનો લાભ લઈને મતદાન કરીને લોકશાહીમાં દિવ્યાંગ લોકોને પોતાની હિસ્સેદારી નોંધાવા જણાવ્યું હતું. તેમજ યુનિક દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રી શૈલેષભાઈએ 2017ની ચૂંટણી કરતાં આ વખતે દિવ્યાંગ વ્યક્તિઓ વધુ મતદાન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન શિરસીયા, ચીફ ઓફિસરશ્રી મેહુલગીરી ગોસ્વામી, શ્રી અજયભાઈ, માહિતી વિભાગની ટીમ, દિવ્યાંગજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.