Abtak Media Google News

બે લાખથી વધુ વિદેશી પક્ષીઓ સામે 1 આર.એફ.ઓ., 6 રાઉન્ડ ફોરેસ્ટર, 4 બીડ ગાર્ડને ફરજ સોંપાઇ

 

ગત ઓકટોબરની 16 તારીખે ખુલ્લુ મુકાયેલ ઘુુડખર અભ્યાસપ્યમાં માત્ર 11 કર્મચારીના સ્ટાફના કારણે ઘણી સમસ્યાઓ નિર્માણ થવા પામી છે. અંદાજે પાંચ હજાર ચોરસ કી.મી. વિસ્તારમાં પથરાયેલ આ ઘુડખર અભયારણ્યમાં બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળે છે.

અંદાજે 5,000 ચો.કિમીમાં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે 2 લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યા છે. ત્યારે તાજેતરમાં 16 ઓક્ટોબરે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકાયું છે. પરંતુ વેરાન રણમાં 2 લાખથી વધુ પક્ષી સામે અભ્યારણ્ય વિભાગમાં 1 આરએફઓ, 6 રાઉન્ડ ફોરેસ્ટર, 4 બીટગાર્ડ મળી માત્ર કુલ 11 જણાનો જ સ્ટાફ છે.

આ સ્ટાફને મર્યાદિત વાહનોમાં હજારો કિલોમીટરમાં સતત પેટ્રોલિંગ કરવું પડતું હોવાથી રણના દરેક વિસ્તારનું સમયસર પેટ્રોલિંગ શક્ય બનતું નથી. આ અંગે ઘૂડખર અભ્યારણ્ય વિભાગનો સ્ટાફ તો ત્યાં સુધી જણાવે છે કે, હજારો કિમીમાં ફેલાયેલા રણમાં સવારે વહેલા વાહન લઇને નીકળીને મોડી રાત્રે પાછા ફરીએ તો પણ આખુ રણ કવર કરી શકાતું નથી. નળ સરોવરથી પણ વધારે માનવીય ખલેલથી પર એવા વેરાન રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓની સંખ્યા ખૂબ હોવાથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો પણ વેરાન રણમાં મહિનાઓ સુધી પડાવ નાખે છે.
રણમાં ચાલુ વર્ષે 6000થી વધુ તો પેલિગન જ આવ્યા ફોરેસ્ટ સ્ટાફના જણાવ્યાનુસાર રણમાં દર વર્ષે પેલીગન પક્ષીઓ મોટી સંખ્યામાં મહાલવા આવે છે. અને ચાલુ વર્ષે રણમાં વિક્રમજનક 6000થી વધુ પેલિગનો નોંધાઇ છે. એ સિવાય સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ અને ફ્લેમિંગોએ રણમાં ધામા નાખ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.