- જામનગર : ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થીની એકાએક લાપત્તા !!!
- એકાએક લાપત્તા બની જતાં દોડધામ
- જામનગરની ફિઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી સુરતની એક વિદ્યાર્થીની
- એકાએક લાપત્તા બની જતાં દોડધામ મચી જવા પામી
જામનગર તા ૧૦, જામનગરની ફિઝિયો થેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલના બ્લોક નંબર ૪૨૧ માં રહીને અભ્યાસ કરતી મૂળ સુરત- કતારગામની વિદ્યાર્થીની જેન્શીબેન રજનીભાઈ ગજેરા જાતે પટેલ (ઉંમર વર્ષ ૧૮), કે જે ફિઝિયોથેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાંથી એકાએક લાપતા બની ગઈ છે.
ગર્લ્સ હોસ્ટેલ ના સંચાલકો તેમજ તેણીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ વગેરે દ્વારા અનેક સ્થળે તેણીની શોધ ખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. અને તેણી નો મોબાઇલફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો છે.
તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ શોધી રહ્યો છે. આ બનાવ અંગે ગુમ થનાર વિદ્યાર્થીની ના પરિવારજનો ને પણ જાણ કરવામાં આવી છે.
અહેવાલ : સાગર સંઘાણી