ગીર સોમનાથ-દ્વારકા, દીવના 18 માછીમારોની વર્ષો બાદ મુકિત
ભારતીય જળસીમામાંથી બંદીવાન બનાવી પાકિસ્તાન જેલમાં રખાયેલા ગીર સોમનાથ દ્વારકા સહિત રાજયના 18 માછીમારોને જેલમાંથી મૂકત કરાતા ગીર સોમનાથ ફીસરીઝ વિભાગના અધિકારીઓ માછીમારોને વતન લાવવા રવાના થયા છે.
સમુદ્રી જળસીમામાથી પાકિસ્તાન મરીન એજન્સીએ 2021-22માં પકડી પાકિસ્તાન જેલ કેદમાં નાખેલ હતા
જેમાના બિમારીનો ભોગ બનેલા અને મોટી ઉંમરવાળા 22 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાને જેલ મુકત કરી વાઘા સરહદે ભારતને સુપ્રત કરશે. જેમાં 15 ગીર સોમનાથ અને 3 દેવભૂમિ દ્વારકા મળી ગુજરાતના કુલ 18 અને 3 દીવ અને 1 યુપીનો સમાવેશ થ,કુલ 22 માછીમારોનો સમાવેશ થાય છે.
ફીસરીઝ વિભાગની ટીમ કબ્જો સંભાળવા રવાના થઈ ચૂકી છે. જેમાં જામનગરના તોરણીયા, જાફરાબાદના મકરાણી અને પોરબંદરના વાઘેલાનો સમાવેશ થાય છે.
અંદાજે 24 ફેબ્રુ.ના રોજ ભારતીય માછીમારો માદરે વતન સોમનાથ પહોચશે તેવી ધારણા છે. સ્થાનિક ફીસરીઝ અધિકારીઓ વી.કે. ગોહિલ, વિમલ પંડયા અને નયન મકવાણા આ અંગે વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે.