- બુલઢાણામાં ખાનગી બસ, ST બસ અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત
- 5 લોકોના મો*ત, 24થી વધુ લોકો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધતાં જાય છે. તેમજ અકસ્માતમાં કાં…તો લોકો ઇજાગ્રસ્ત થતાં હોય છે અને કાં…તો અકસ્માતમાં મોત થતાં જોવા મળે છે. ત્યારે ફરી એકવાર મહારાષ્ટ્રના બુલઢાણામાં આજે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ખાનગી બસ, ST બસ અને બોલેરો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં 5 લોકોના મો*ત થયા હતા. જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા. તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના બુલઢાણામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મો*ત થયા હતા. જ્યારે 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઇવે પર થયો હતો. આમાં એક ખાનગી બસ, ST બસ અને બોલેરો એકબીજા સાથે અથડાયા હેટ. મળતી માહિતી મુજબ, પહેલા હાઇ સ્પીડ બોલેરો એસટી બસ સાથે અથડાયો હતો. ત્યારપછી, પાછળથી આવી રહેલ એક ખાનગી બસ આ બંને વાહનો સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
અનુસાર માહિતી મુજબ, એક ખાનગી બસ, એક ST બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપથી આવતી બોલેરો કાર, ST બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત, 24 ઇજાગ્રસ્ત
પ્રાથમિક માહિતી મુજબ, સવારે લગભગ 5.30 વાગ્યે એક ઝડપથી આવતી બોલેરો કાર એક ST બસ સાથે અથડાઈ હતી. ત્યારબાદ પાછળથી આવી રહેલી એક ખાનગી બસ આ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મો*ત અને 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સમગ્ર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં, બહોળી સંખ્યામાં પોલીસ ધટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.