આજથી ત્રણ દિવસ કોંગ્રેસ દ્રારા તમામ ૧૮ વોર્ડમાં જન સંવાદ કાર્યકમ

સાંજે વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડના નાનામાં નાના કાર્યકરથી લઇ તમામ શ્રેણીના આગેવાનો, કાર્યકરોને વોર્ડ વાઈઝ મળી સંવાદ કરશે, આ મીટીંગમાં વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, કારોબારી સભ્યો,  બુથ પ્રભારી, જન મિત્રો, સેક્ટર સંયોજકો, તેમજ વોર્ડના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરો, દાવેદારો સહિતના તમામ શ્રેણીના આગેવાનો, કાર્યકરો સાથે મળી આગામી ચુંટણી સંદર્ભે રણનીતિ ઘડવા અને માઈક્રો લેવલના સંગઠન અંગે નવી નીતિઓ ઘડી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવવા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આજે સાંજે વોર્ડ વાઈઝ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના  વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર   ૫ સાંજે ૫ વાગ્યે રણછોડનગર કોમ્યુનીટી હોલ રણછોડનગર સોસાયટી શેરી નં.૪, કુવાડવા રોડ ખાતે સાંજે ૭ આજી ધ વ્યૂહ રેસ્ટોરન્ટ આજીડેમ ચોકડીથી આગળ, ભાવનગર મેઈન રોડ ખાતે જનસંવાદ કાર્યકામ યોજાશે.

Loading...