Abtak Media Google News

અબતક,રાજકોટ

કોરોનાથી બચવા, સંપૂર્ણ કોરોના રસીકરણ એજ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોનાની ત્રીજી વેલ થી બચવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીનો વેગ વધારવા તથા વધુમાં વધુ લોકોને ઝડપી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી આરોગ્યની ટીમ લોકોના ઘર ઘર જઈ રસીકરણની કામગીરી કરી રહેલ છે . અશક્ત વૃધ કે દિવ્યાંગ લોકોને પણ ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે.

ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં કામદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકૂળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે . શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે પણ રસીકરણ કામગીરી કરવામાં આવી રહેલ છે. સસ્તા આનાજની દુકાનોએ પણ આનાજ લેવા આવતા લોકોને રસી આપવાની કામગીરી કરવામાં આવે છે .

આ કામગીરી માટે જિલ્લાના 64 ગામોમાં , મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર , ફિમેલ હેલ્થ વર્કર અને સી.એચ.ઓ. તથા તેમની સાથે આશા બહેન મળી કુલ 850 જેટલી ટીમો દ્વારા કુલ 2000 જેટલા કર્મચારીઓ કામગીરી કરશે , દરેક ટીમ 100 થી 120 ઘરની મુલાકાત લેશે . જેથી અંદાજિત 100000 ( એક લાખ ) જેટલા કુટુંબની દૈનિક મુલાકાત લેવામાં આવશે . હર ઘર દસ્ત કાર્યક્રમ અંતર્ગત ફૂલ 171858 ઘરની મુલાકાત લઈ પ્રથમ ડોઝમાં બાકી રહેલ 24763 લાભાર્થી પૈકી 9479 લોકોને પ્રથમ ડોઝ અને બીજા ડોઝમાં બાકી રહેલ 65543 લાભાર્થી પૈકી 41379 લોકોને બીજો ડોઝ આપવામાં આ વેલ છે.

અત્યાર સુધી જિલ્લામાં પ્રથમ ડોઝ 11.20 લાખ લોકોને તેમજ બીજો ડોઝ 8.2 લાખ લોકોને અપાયો

નગરપાલિકા વિસ્તારમાં 51225 ઘરની મુલાકાત લઈ પ્રથમ ડોઝમાં બાકી રહેક 18559 લાભાર્થી પૈકી 5969 લોકોને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ બાકી હોય તેવા 18631 લાભાર્થી પૈકી 9825 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલ છે . જીલ્લામાં અઠવાડીયામાં દર મંગળવાર , ગુરુવાર અને શનિવાર એમ 3 દિવસ મેગા ડ્રાઈવ યોજવામાં આવશે . જેમાં દૈનિક 500 જેટલા વેક્સિન સૈસન આયોજન કરવામાં આવી રહેલ છે. અને દૈનિક ધોરણે સાંજે દરેક સેશનવાઈઝ / ટીમવાઈઝ કરવામાં આવેલ કામગીરીનું રીવ્યુ તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા કરવામાં આવશે. આ રસી અંગેની ખોટીમાન્યતાઓ કે અફવાથી ભરમાસો નહિ આ રસીનીઆડ અસર નહિવત છે.  તેથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી  તંત્ર અને આરોગ્ય તંત્ર ખાસ ભાર પૂર્વક અપીલ કરે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.