- આ ફિલ્મ 16 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
- અબતકની શુભેચ્છા મુલાકાત લેતા સરપ્રાઈઝ ફિલ્મના સ્ટાર કાસ્ટ
- ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા ક્ધટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે.
કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી રહ્યાં છે ફિલ્મ “સરપ્રાઈઝ”. સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે. ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે.
સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ વિરલ દવેના એસોશિએશન સાથેની આ ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે, જે 16મી મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. પોસ્ટર લોન્ચ થતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધીગઈ છે અને લોકો વત્સલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે. પોસ્ટરમાં ફિલ્મની રહસ્યમય અને થ્રિલિંગ ટોન પ્રસ્તુત થાય છે.
હમેંશાથી ગુજરાતી ફિલ્મ કરવા ઈચ્છતો હતો : સ્ટાર કાસ્ટ વત્સલ શેઠ
અબ તક સાથેની વાતચીતમાં સ્ટારકાસ્ટ વત્સલ શેઠ જણાવે છે કે, હંમેશાંથી ગુજરાતી ફિલ્મ કરવા ઈચ્છતો હતો અને હવે તે શક્ય બની રહ્યું છે! ફિલ્મની શાનદાર ટીમ સાથે કામ કરીને ખૂબ આનંદિત અનુભવું છું. ગુજરાતના જુદા જુદા સ્થળો પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે ફિલ્મ “સરપ્રાઈઝ” રિલીઝ થઇ રહી છે, 16 મે, 2025ના રોજ સિનેમાઘરોમાંછેપ્રાઈઝ મુવી નું એક પાર્ટી સોંગ રિલીઝ થઈ ગયું છે.ગુજરાતીમાં પહેલી વખત આવું પ્રથમ વખત આવું ફિલ્મ આવી રહ્યું છે
એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો:સ્ટાર કાસ્ટ હેલી શાહ
આપની શુભેચ્છા મુલાકાતમાં સરપ્રાઈઝ મુવીના સ્ટારકાસ્ટ હેલી શાહે જણાવ્યું હતું કે ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે,જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાય જાય છે જયારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.