• 07 -વાવ વિધાનસભા બેઠક માટે તા.13 નવેમ્બર,2024ના રોજ યોજાશે મતદાન

07-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.13 નવેમ્બર,2024ના રોજ મતદાન યોજાનાર છે. તા.18ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર દરમિયાન કુલ 21 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની તા.28 ઑક્ટોબરના રોજ ચકાસણી અને તા.૩૦ ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે કુલ 10 ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે.

વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (02) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (01) ઉમેદવાર ઉપરાંત સાત (07) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

ગુજરાતની 07-વાવ વિધાનસભા બેઠક માટે તા.13 નવેમ્બર, 2024 ના રોજ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.15 ઑક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387  સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.