- ચંદા ને પુછા તારો સે, તારો ને પૂછા હજારો સે, સબસે પ્યારા કોન “પાપા” ઓ મેરે “પાપા”
- ફાધર્સ ડે નિમિત્તે પિતાના યોગદાન, બલિદાન અને અપાર પ્રેમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર અવસર
“પિતાનું હૃદય કુદરતની શ્રેષ્ઠ કૃતિ છે.” પિતાના પ્રેમ અને તેમના યોગદાનની ઊંડાઈને સચોટ રીતે વર્ણવે છે. પિતા, પરિવારના આધારસ્તંભ, બાળકોના ભવિષ્યને આકાર આપવામાં, તેમને જીવનના મૂલ્યો શીખવવામાં અને તેમને સાચા માર્ગે દોરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વર્ષે, ફાધર્સ ડે રવિવાર, 15 જૂન, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ પિતાના યોગદાન, બલિદાન અને અપાર પ્રેમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે.પપ્પા કે બાપુજીનો પ્રેમ ખરેખર અપાર હોય છે, પરંતુ તે ઘણીવાર વ્યક્ત થતો નથી. તેઓ રાત–દિવસ સંતાનોના ઉછેર માટે જાત ઘસી નાખે છે, તેમની ખુશી માટે પોતાના સુખોનો ત્યાગ કરે છે.જૂનના ત્રીજા રવિવારે વિશ્વના 100થી વધુ દેશોમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ પરિવારની રચના અને સમાજમાં પિતાની ભૂમિકાને માન આપે છે.
આ દિવસ ફક્ત પિતાને જ નહીં, પરંતુ આપણા જીવનમાં પિતાના મહત્વને પણ ઓળખે છે.રાજકોટ માં પણ ફાધર્સ ડેની ઉજવણી માટે તૈયારીઓ જોવા મળી રહી છે. ડો. યાજ્ઞિક રોડ પર આવેલા જોહર કાર્ડ્સવાળા યુસુફભાઈ અને હસનેનભાઈ, તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલી જોહર ગેલેરીવાળા જોહરભાઈએ ફાધર્સ ડે માટે ખાસ ગિફ્ટ્સ અને કાર્ડ્સ વિશે માહિતી આપી છે. આ દુકાનોમાં પપ્પા માટે ખાસ વિવિધ પ્રકારની ગિફ્ટ્સ ઉપલબ્ધ છે જે તેમના પ્રત્યેના તમારા પ્રેમને વ્યક્ત કરી શકે છે. જેમાં પિતાને ખુશ કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. વુડન પેન સ્ટેન્ડ વીથ ઘડિયાળ પિતાની ઓફિસ ટેબલ કે સ્ટડી રૂમ માટે આ એક ક્લાસિક અને ઉપયોગી ભેટ છે વોલેટ, કમર બેલ્ટ અને પેન જેવી વસ્તુઓનો કોમ્બો સેટ પણ એક ઉત્તમ વિકલ્પ છે. વોલેટ, કમર બેલ્ટ, પેન: દૈનિક ઉપયોગમાં આવતી વસ્તુઓ જે હંમેશા તેમની સાથે રહેશે.
મિરર ફોટો ફ્રેમ: તેમાં તમારા અને પપ્પાના મનપસંદ ફોટોગ્રાફ્સ મૂકીને તેમને યાદગાર ભેટ આપી શકાય છે યૂ આર માય હીરો ડેડ,” “ફાઇવ બેસ્ટ ફાધર એવર” જેવા અલગ અલગ લખાણવાળા મગ તેમને સવારે ચા–કોફી પીતી વખતે તમારી યાદ અપાવશે. નામવાળા વોલેટ, કીચેઇન, પાસપોર્ટ કવર, કોમ્બો વોલેટ, પીલો, ટીશર્ટ પરફ્યુમ, પ્રસનલાઇઝમાં નામવાળા વોલેટ, કીચેઈન, પાસપોર્ટ કવર, કોમ્બો વોલેટ, પીલો, પેન, ટીશર્ટ, કીચેઇન, મલ્ટીકલર બોટલ, જેન્ટસ ના નામવાળા કડા, મિરર વાળી ફોટોફ્રેમ, લોકેટ, વુડન સ્કેચ ફોટો. આ પ્રકારની ભેટો વ્યક્તિગત સ્પર્શ ધરાવે છે.આધુનિક સમયમાં ફાધર્સ ડેની ઉજવણીમાં ગિફ્ટ્સ અને કાર્ડ્સનું મહત્વ વધ્યું છે.મધર્સ ડેની જેમ જ ફાધર્સ ડેનો પણ પોતાનો એક ઇતિહાસ છે. અમેરિકામાં આ દિવસ ઉજવવાની શરૂઆત 1910માં એક દીકરી સોનોરા સ્માર્ટ ડોડ દ્વારા કરવામાં આવી હતી.
સોનોરાના પિતા વિલિયમ સ્માર્ટ એક સિંગલ ફાધર હતા જેમણે તેમની માતાના અવસાન પછી છ બાળકોનો ઉછેર કર્યો હતો. પિતાના આ અપાર બલિદાન અને પ્રેમથી પ્રેરિત થઈને સોનોરાએ વિચાર્યું કે જેમ માતાઓ માટે એક દિવસ સમર્પિત છે, તેમ પિતા માટે પણ એક દિવસ હોવો જોઈએ. તેમના પ્રયાસોથી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને પણ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું, અને ધીમે ધીમે તે વિશ્વભરમાં ફેલાઈ ગયો.પિતા માત્ર કમાણી કરનાર નથી, પરંતુ તેઓ કુટુંબના આધારસ્તંભ છે. તેઓ બાળકોને સુરક્ષા પૂરી પાડે છે, તેમને જીવનના સંઘર્ષોનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે અને તેમને સપના જોવાની અને તેને સાકાર કરવાની પ્રેરણા આપે છે. તેઓ બાળકોને મૂલ્યો, સંસ્કાર અને શિસ્ત શીખવે છે.
ઘણીવાર પિતાનો પ્રેમ કઠોરતા પાછળ છુપાયેલો હોય છે, પરંતુ તેનો હેતુ હંમેશા બાળકોનું ભલું કરવાનો જ હોય છે. તેઓ બાળકોના ભવિષ્ય માટે અથાક મહેનત કરે છે અને તેમને સફળ થવા માટે પ્રોત્સાહિત કરે ગિફ્ટ્સ માત્ર ભેટ નથી, પરંતુ તમારા પ્રેમ, આદર અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે.15 જૂન, રવિવારનો આ દિવસ પપ્પાના પરિવાર પ્રેમ, ત્યાગ અને મહેનતને ઓળખી, તેમને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને “થેન્ક્સ” કહેવાનો દિવસ છે. આ દિવસે આપણે સૌ આપણા પિતા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ અને તેમને વિશેષ અનુભવ કરાવીએ. તેમનો પ્રેમ ખરેખર અનમોલ છે, અને આ દિવસ તેમને સન્માનિત કરવાનો શ્રેષ્ઠ અવસર છે.પિતાનો પ્રેમ એક એવું વટવૃક્ષ છે જેની છાયામાં સંતાનો સુરક્ષિત અને ખુશ રહી શકે છે. આ દિવસ તેમને યાદ અપાવે છે કે તેમનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ છે અને તેમના બાળકો તેમના પર કેટલો પ્રેમ કરે છે.
વોલેટ, કમર બેલ્ટ અને પેન, કોમ્બો સેટ, મિરર ફોટો ફ્રેમ, ટીશર્ટ, કીચેઇન, મલ્ટીકલર બોટલ, જેન્ટ્સના નામવાળા કડા સહિતની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ