થાન પાસે ઓવટેક કરી રહેલા ટ્રકે પાકિંગના ત્રણ વાહનોને ઠોકર મારતા કચ્ચરધાણ

થાન રોડ અવાર નવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે ગત રાત્રે થાન રોડ પર એક પુરઝડપે ઓવરટેક કરી રહેલા ટ્રક ચાલકે પાકિંગમાં રહેલા ત્રણ વાહનોને ઠોકર મારતા ત્રણેય વાહનોના કચ્ચડધાણ નીકળી ગયા હતા. અવાર નવાર થાન રોડ પરથી અકસ્માતોની ઘટના સર્જાતી રહે છે.

જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેથી આસપાસના રહેવાસીઓ ત્રાહિમામ પોાકારી ગયા છે તથા થાન રોડ પર વાહનો પોતાની ગતિ પર કાબુ રાખે તે માટે સ્પિડ બ્રેકર બનાવવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.

ગઇકાલે રાત્રિના વધુ એકવાર ટ્રકે એક સાથે કાર સહિત પાકિંગમાં રહેલા ત્રણ વાહનોને હડફેટે લેતા ત્રણેય વાહનોનો બોલી ગયો હતો સદનસીબે વાહનોમાં કોઇ સવાર ન હોવાની જાનહાની ટળી હતી.