Abtak Media Google News

વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિમાં આત્મનિર્ભર બનાવવા પ્રયાસ

 

અબતક-રાજકોટ

રાજકોટ સ્થિત એરેના એનિમેશન દ્વારા તા.૭ અને ૮ જાન્યુઆરી બે દિવસીય એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાફિક્સ અને એનિમેશન દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાની કપરી પરિસ્થિતિમાં આત્મનિર્ભર બનાવવાના પણ એરેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. હાલ એરેના એનિમેશન ૨૦ દેશોમાં કાર્યરત છે. જેમાં ૨૫,૦૦૦થી પણ વધુ વિદ્યાર્થી ઓએ માર્ગદર્શન મેળવ્યું છે.  એરેના (ARENA) એનિમેશન ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજિટલ આર્ટ પ્રદર્શનનો સર્વ પ્રથમ શોની જાહેરાત કરવામાં આવી છે. એરેના એનિમેશન ભારતની શ્રેષ્ઠ અને સૌથી અનુભવી એનિમેશન તાલીમ અને શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. સાથો-સાથ એનિમેશન,

VFX, ગેમિંગ, વેબ અને ગ્રાફિક્સ, બ્રોડકાસ્ટ, ડિજિટલ અને મલ્ટીમીડીયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એરેનાના વિદ્યાર્થીઓને મોટા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોમાં સારી નોકરીની તક મળે છે. એરેના એનિમેશન, કાલાવડ રોડ શાખા આજથી એટલે કે ૭ અને ૮ જાન્યુઆરી સમય સવારે ૧૦થી સાંજના ૭ સુધી એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી પ્રદર્શનમાં (૧) ડિજિટલ વિડિયો ઇલ્યુઝન, (૨) વી.એફ.એક્સ. સીન (૩) પ્રોડક્ટ એડવર્ટાઇઝિંગ (૪) મૂવી પોસ્ટર ડિઝાઇન (૫) મેગેઝીન કવર ડિઝાઇન (૬) કોર્પોરેટ બ્રાન્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ફેકલ્ટીઝના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ડિજિટલ આર્ટ વર્કસની ઉત્તમોત્તમ ગુણવત્તા વિકસાવીને તૈયારી કરી છે. આ કાર્યમાં વિદ્યાર્થીઓએ મોડર્ન ડિઝાઇન ઇન્ડસ્ટ્રીસને લાગતા-વળગતાં સોફ્ટવેર્સ સાથે-સાથે પોતાની રચનાત્મક અને સર્જનાત્મકતાનો પણ વિનિયોગ કરેલો છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારના પ્રદર્શન-કાર્યક્રમોથી વિદ્યાથીઓની આવડત એમના ભાવિ રોજગાર આપનાર વ્યક્તિઓ સુધી પહોંચશે અને શહેરની આસપાસ રહેતા અનેક રચનાત્મકતા સાથે કાર્ય કરતા અન્ય બીજા લોકો  માટે પણ પ્રેરણા‚પ બનશે, પત્રકાર પરિષદમાં એરેના (ARENA) એનિમેશન કાલાવડ રોડ સેન્ટર ડિરેક્ટર ખ્યાતીબા જાડેજા, સેન્ટર હેડ વિધી કોટક, ફેકલ્ટી ક્રિપાલ પટેલ, ફેકલ્ટી સમીર વૈષ્ણવ સહિતના લોકોએ જણાવ્યું હતું કે એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરમાં અત્યારે ૨૦૦ વિદ્યાર્થીઓ પોતાની તાલીમ લઇ રહ્યા છે. ઇવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીના ડિજીટલ આર્ટનું ટેલેન્ટ આ ઇવેન્ટમાં જોવા મળશે, સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ, આ ફિલ્ડને નોકરી આપતી અલગ-અલગ કંપની તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અનેક ખ્યાતનામ લોકો પણ આ ઇવેન્ટમાં જોડાયા હતાં. આ ઇન્સ્ટિટ્યુટની ખાસીયતની વાત કરવામાં આવે તો કોરોનાકાળમાં એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરે ૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે. કોઇપણ પરિસ્થિતિમાં એરેના એનિમેશન સંસ્થા વિદ્યાર્થીઓની સાથે ખભ્ભે ખભ્ભો મીલાવી ચાલી રહ્યું છે. ત્યારે વધુમાં વધુ લોકો આ એક્ઝીબીશનમાં આવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે અને એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરની અવશ્ય મુલાકાત લે. એરેના એનિમેશન કાલાવડ રોડ સેન્ટરની કોઇપણ માહિતી માટે ૯૬૩૮૧૪૨૦૫૪ સેન્ટર હેડ વિધી કોટકનો પણ સંપર્ક કરી શકો છો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.