- કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટને ભારત સહિત વિશ્ર્વના અર્થશાસ્ત્રીઓએ આવકાર્યુ
- આવતા સપ્તાહે નવા ઇન્કમટેક્સ બિલ ની રજૂઆતથી કર પ્રણાલી વધુ લોક ભોગ્ય બનવાના પ્રયાસો વેપાર ઉદ્યોગ અને કરદાતાઓને ઈમાનદારીથી કર ચૂકવવા પ્રોત્સાહિત કરશે
જહાજ ઉદ્યોગ માટે ખાસ જોગવાઈ સૌરાષ્ટ્રના અલંગ ઉદ્યોગમાં પ્રાણ પુરી સ્થાનિક રોજગારી વધારશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ગઈકાલે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ભારતના સવાસો કરોડ દેસવાસીઓ નું સપનું સાકાર કરવાની સાથે સાથે વેપાર કૃષિ ઉર્જા અને કૌશલ્ય વર્ધન વ્યવસ્થા માટે નિયમિત બનનાર હોવાનું ઉદ્યોગપતિઓએ મત વ્યક્ત કરી દેશના સર્વોચ્ચ ઔદ્યોગિક જૂથ ટાટા દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું છે,
વૈશ્વિક ઉદ્યોગપતિ ગોલ્ડમેન ના જીમ નિલે આ બજેટને વૈશ્વિક અર્થતંત્ર ના ચાલક તરીકે ગણાવીને દેશના સ્કીલ વર્ક ફોર્સ નો સદ ઉપયોગ અને દુનિયા ને ઉપયોગી બનાવનાર જણાવ્યું હતું,
સુંદર પિચાઈએ કેન્દ્રીય બજેટ ને આવકારી ભારતને વિશ્વના સૌથી વધુ પારદર્શક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વિકસાવનાર ભૂમિ ગણાવી બજેટને આવકાર્યું હતું
2024 નું વર્ષ વિશ્વ માટે વિકાસનું પ્રતીક અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ડિજિટલ અને રાજકીય રીતે ખૂબ જ મહત્વનું બની રહ્યું હતું વૈશ્વિક વિકાસની સાથે સાથે વેપાર ઉદ્યોગ ને વેગમાન બનાવવા માટે ભારત અન અર્થતંત્રને
વધુમાં વધુ લોક ઉપયોગી બનાવવા માટે 2025નું આ બજેટ તમામની અપેક્ષાઓ પૂર્ણ કરનાર હોવાનું વૈશ્વિક આર્થિક નિષ્ણાતો એ મત વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામના આયોજનની સરાહના કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારામ અને દેશના અર્થતંત્રને સૌથી વધુ ઝડપથી વિકાસ તંત્ર તરીકે લેખાવીને તેની જરૂરિયાતો મુજબનું સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કર માળખું ઉર્જા ક્ષેત્ર, શહેરી વિકાસ, ખનીજ, નાણાકીય ક્ષેત્ર અને જરૂરી આર્થિક સુધારા સાથેનું આ બજેટ પૂર્ણ કક્ષાનું બજેટ હોવાનું કિરણ મહેતા એન્ડ કંપનીએલેખાવ્યું છે બજેટ ભારતીય અર્થતંત્ર અને વિકાસ માટે ના દ્વાર ઉઘાડનારો બની રહેશે
ગ્રામીણ મહિલા, કૃષિકાર, નાના મધ્યમ વેપારીઓ, નાના લઘુ ઉદ્યોગકારો, પશુપાલન, ડેરી , ના વિકાસની સાથે સાથે ઔદ્યોગિક અને કૃષિઉત્પાદન માં વૃદ્ધિ અને નીકાસને વેગવાન બનાવવા લક્ષ્ય રાખવામાં આવ્યું છે બજેટમાં કૃષિ નાના મધ્યમ અને લઘુ ઉદ્યોગ રોકાણ અને નિકાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું અંદાજવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે કઠોળના વાવેતર ઉત્પાદન અને મૂલ્ય વૃદ્ધિ પ્રવૃત્તિથી અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે પરોક્ષ અને પ્રત્યેક કરનું માળખું સુધારવામાં આવશે 12 લાખ સુધીની આવક સંપૂર્ણપણે કરમુક્ત રાખવાનો નિર્ણય અર્થતંત્ર માટે કરદાતાઓ માટે મોટી રાહત બની રહી છે.વિદેશમાંથી આવતી કંપનીઓના આર્થિક વ્યવહારને શુદ્ધ બનાવવા અને બજેટમાં વિદેશી રોકાણકારો ને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વીમા ક્ષેત્રને સો ટકા વિદેશી મૂડી રોકાણ માટે દ્વાર ખોલી દેવામાં આવ્યા છે જેનાથી ભારતની વૈશ્વિક વિશ્વસનીયતા માં વધારો થશે અને ઘર આંગણે અર્થતંત્ર વધુ મજબૂત બન્યું
આવતા સપ્તાહે સંસદમાં નવું ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવશે જે ડાયરેક્ટ કર પ્રણાલી ને પ્રોત્સાહિત કરશે ટીડીએસ અને ટીસીએસ ની સમસ્યાઓ હલવી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગો ની ક્રેડિટ પાંચમાંથી દસ કરોડ કરવામાં આવી અને ગેરંટીમાં 10 થી 20 કરોડ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગ માટે લોનની મર્યાદા પણ 20 કરોડ કરવામાં આવી છે સ્ટાર્ટ અપ માટે 10,000 કરોડ રૂપિયા નું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે જહાજ નિર્માણ અને શીપ બ્રેકિંગ ઉદ્યોગ ખાસ ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અર્થતંત્ર માટે આશીર્વાદ બની રહેશે અલંગનો જહાજ ઉદ્યોગ ધમધમશે ,તેનાથી ગુજરાત અને સૌરાષ્ટ્રને ખૂબ જ લાભ થશે
રાષ્ટ્રીય બચત યોજનાઓ અને બેન્કિંગ ક્ષેત્રમાં પણ ઘણા બધા સુધારા સૂચવવામાં આવ્યા છે પ્રત્યક્ષ અને પરોક્ષ કર બંને પ્રણાલી વધુ લોક ભોગીય બનાવવામાં આવી છે જીએસટી અને કસ્ટમ ડ્યુટીમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જે વેપાર ઉદ્યોગની સાથે સાથે નિકાસ માટે પણ સાનુકૂળ વાતાવરણ ઊભું કરશે કિરણ મહેતા એન્ડ કંપની દ્વારા કરવામાં આવેલા આ તમારો બજેટના વિશ્લેષણ માં આ બજેટને દેશના તમામ વર્ગને ઉપયોગી થવાનો સરકારી વલણ દર્શાવે છે