Abtak Media Google News

ગુજરાતમાં પહેલેથી જ દારૂબંધીનો કાયદો છે, પણ તેમ છતાં આપણા રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ચોરીછૂપીથી દારૂનું વેચાણ થાય છે. સરકારે પણ દારૂબંધીને લઈને ઘણા કડક કાયદાઓ અને નિયમો બનાવ્યા, ઘણા અભિયાનો ચલાવ્યા પણ આ એક એવું દુષણ છે કે જે જવાનું નામ નથી લેતું. ત્યારે આવા સમયે રાજ્યમાં એક એવું ગામ પણ છે કે જ્યાના લોકોએ દારૂબંધીના ચુસ્તપણે અમલ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આ ગામના લોકો પીને ગામમાં નીકળતા વ્યક્તિને જાતે જ સજા કરે છે અને જેલમાં નાખે છે.

અમદાવાદમાં આવેલા આ ગામનું નામ મોતીપુરા છે જ્યાં દારૂ પીનારાઓ પર દંડ ફટકારવામાં આવે છે અને તેમને સજા તરીકે રાતોરાત પાંજરામાં રાખવામાં છે. સાણંદથી 7 કિમી દૂર મોતીપુરા ગામ દારૂબંધીની દુર્ઘટનાનો સામનો કરી રહ્યું હતું. ગામમાં ઓછામાં ઓછી 100 જેવી મહિલાઓના પતિ દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને તેઓ વિધવા બની હતી.

Screenshot 3 9

લોકોને દારૂ પિતા બંધ કરવવા માટે  સમાજના લોકોએ એક અનોખી પહેલ શરૂ કરી હતી. જેમાં મહિલાઓની મદદ લેવામાં આવી હતી. ગામમાં પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દારૂ પીનાર વ્યક્તિને આખી રાત પાંજરામાં કેદ કરવામાં આવે છે. તદુપરાંત તેના પર 1200 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હોત, જે હવે વધારી દેવામાં આવ્યો છે.

અન્ય ગામોએ પણ આ જ પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું છે.

મોતીપુરા ગામમાં પાંજરામાં પૂરવાની સફળતાએ અન્ય ગામોને પણ પ્રેરણા આપી છે. હવે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લાના 23 થી વધુ ગામોએ આ સામાજિક પ્રયોગ અપનાવ્યો છે. દંડની રકમ વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે જેનો ઉપયોગ સ્થાનિક સામાજિક કાર્યો માટે થાય છે.

મિશનની સફળતા પાછળ મહિલાઓનો ફાળો

Screenshot 4 10

આ અનોખા સામાજિક પ્રયોગની શરૂઆત નાટ બજાણીયા સમાજના આગેવાન અને મોતીપુરા ગામના સરપંચ બાબુ નાયકે કરી હતી. નાયકે કહ્યું કે હાલમાં 24 ગામોએ આ પ્રયોગ અપનાવ્યો છે. આમાંના મોટાભાગના ગામોમાં સરેરાશ 100 થી 150થી વધુ મહિલાઓ પતિના દારૂના વ્યસનના કારણે વિધવા બની હતી. હવે આ અનોખી પહેલની સફળતા પાછળ મહિલાઓનો મુખ્ય હાથ છે. પુરુષોનું વ્યસન ઓછું કરવા માટે મહિલાઓ જ માહિતી આપે છે કે ક્યો પુરુષ દારૂનું સેવન કરે છે. માહિતી આપનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી 501 અથવા 1100 રૂપિયા માહિતી આપનારી મહિલાને ઈનામ તરીકે આપવામાં આવે છે.

પાંજરામાં રાત + સામાજિક બહિષ્કારની ચેતવણી + શરમ = દારૂથી દૂર રહેવું!

જો ગામમાંથી કોઈ વ્યક્તિ નશો કરે તો ગામના લોકો તેમને પોલીસને સોંપી દેતા નથી. તેને “ગામના પાંજરામાં પૂરે છે સમુદાયના આગેવાનો તરફથી સામાજિક બહિષ્કાર કરવામાં આવશે તેમ ચેતવામાં આવે છે. રાતોરાત પાંજરામાં બંધ રહેવાથી, સંબંધિત વ્યક્તિ શરમથી ફરી ભૂલ ન કરે અને દારૂથી દૂર રહે. મહિલાઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ ગામના વડીલોએ આશ્ચર્યજનક દરોડા પાડ્યા. જો કોઈ વ્યક્તિ નશો કરે છે, તો તેને રાત માટે પાંજરામાં બંધ રાખવામા આવે છે. તેને પાંજરામાં પાણીની માત્ર એક બોટલ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.