Abtak Media Google News

ચારધામ યાત્રામાં કેદારનાથના ૧૬ કિ.મી રૂટને પૌરાણિક મહત્વ સાથેના ચિત્રો શ્રધ્ધાળુઓને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે

હિન્દુ ધર્મમાં બદ્રી, કેદાર, ગંગોત્રી અને યમનોત્રી ચાર ધામ યાત્રાનું શ્રધ્ધાળુઓમાં અનોખુ મહત્વ છે. ત્યારે કેદારનાથ યાત્રા શ્રધ્ધાળુઓ માટે પૌરાણિક અને આધ્યાત્મિક રીતે યાદગાર બની રહે તે હેતુસર ૧૬ કીમી માર્ગને વિકસાવવાના સરકારના નિર્ણય લેવાયો છે. ગૌરીકુંડથી કેદારનાથ માર્ગ પર ‘ઓમ નમ શિવાય’ના મંત્રો જાપ અને કેદારનાથના મહત્વ વિશે ચિત્રોથી યાત્રાળુઓ આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય તે રીતે વિકસાવવમાં આવનાર છે.

હિન્દુ ધર્મમાં ૧૨ જ્યોતિલીંગ પૈકીના કેદારનાથનો સમાવેશ થાય છે. કેદારનાથને ભગાવન શિવનો પીઠનો ભાગ પૌરાણિક કથામાં બતાવવામાં આવ્યો છે ભગવાન શિવનો સનમુખ એટલે નેપાળમાં પશુપતિનાથ શિવલીંગ તરીકે શ્રધ્ધાળુઓમાં આસ્થાનું પ્રતિક છે.

તાજેતરમાં જ કેદાનાથ ખાતે ભારે વરસાદ થતા થયેલી અતિવૃષ્ટિમાં અનેક શ્રધ્ધાળુઓ માર્ગ પર ફસાયા હતા ત્યારે કેદારનાથ યાત્રાનો માર્ગ કેટલો કઠીન છે તેની પ્રતિતિ થઇ હતી. ભારે પ્રલયના કારણે માર્ગ પર મોટુ નુકસાન થયુ હતુ પરંતુ ભગવાન ભોળાના મંદિરને જરા પણ નુકસાન થયું ન હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ કેદારનાથના ભક્ત છે. તેઓ અવાર નવાર ભગવાન કેદારનાથની યાત્રાએ જાય છે. કેદારનાથ યાત્રાના વિકાસ માટે ઉતરાખંડના મુખ્ય મંત્રી ટી.એસ.રાવત સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી વચ્ચે ગત બુધવારે યોજાયેલી બેઠકમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ૧૬ કી.મી. માર્ગને સ્વચ્છ અને શ્રધ્ધાળુઓને આધ્યાત્મિક અનુભૂતિ થાય તે રીતે વિકસાવવા અંગે મહત્વની ચર્ચા કરી હતી.

ગૌરીકુંડ થી કેદારનાથ સુધીના ૧૬ કી.મી. માર્ગ પર ‘ઓમ નમ શિવાય’ના જાપ સાઉન્ડ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓને સાંભળવા મળે તેમ કેદારનાથના પૌરાણિક મહત્વને ઉજાગર કરતા ચિત્રો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ૧૮૮૨થી કેદારનાથ સાથે સંકળાયેલા સંસ્મરણોને વિવિધ માધ્યમથી ઉજાગર કરવામાં આવશે તેમજ યાત્રાળુઓને તમામ સુવિધા મળી રહે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.હિન્દુ ધર્મના ચાર ધામ પૈકીના બદ્રીનાથ મંદિરને પણ વિકસાવવા માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. ભગવાન બદ્રી વિશાલના મંદિરના વિકાસ અંગે ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઉતરાખંડ મુખ્ય મંત્રી ટી.એસ.રાવત દ્વારા જાહેર કરવામાં આવનાર છે. ભગવાન કેદારનાથ અને બદ્રી નારાયણ મંદિરનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. પરંતુ બંને મંદિર હિમાલયમાં આવેલા હોવાથી બંને મંદિરનો રૂટ અતિ કઠીન છે. હિમાલયમાં ભારે બરફ વર્ષાના કારણે ભગવાન બદ્રી નારાયણને છ માસ સુધી જોષીમઢ લાવી પૂજા અર્ચના થાય છે. અને બરફ ઓગળ્યા બાદ એટલે કે વૈશાખ માસમાં આવતી અખત્રીજના દિવસે ભગવાન બદ્રી નારાયણને ભારતીય સૈન્ય દ્વારા વાજ તે ગાજતે મુળ મંદિરમાં પધરામણી કરવાવવામાં આવ્યા બાદ દર્શનાર્થીઓ માટે બદ્રી નારાયણના દર્શન કરી શકે છે.

કેદારનાથ રૂટ અને બદ્રી નારાયણ મંદિરના વિકાસની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતીય સંસ્કૃતિના મુળ સમાન સનાતન ધર્મના આદી દેવ જગદગુરૂ શકરાચાર્યના સમાધિ સ્થાનનો પણ વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ વિભાગના જગતગરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી, પૂર્વની જગન્નનાથપૂરીની ગોર્વધનપીઠના શંકરાચાર્ય સ્વાવી નિચલાનંદ સરસ્વતી, ઉત્તરમાં બદ્રીનાથની જ્યોતિષ પીઠના વડા પણ દ્વારીકાપીઠના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અને દક્ષિણની રામેશ્ર્વર ખાતે આવેલી શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય તરીકે સ્વામી ભારતીતિર્થ સ્વામી બીરાજે છે તે પેકી બદ્રી ખાતેના આદિગુરૂ શંકરાચાર્ય સમાધિ સ્થાનનો પણ વિકાસ કરવામાં આવનાર છે. શંકરાચાર્યની દ્વારીકાપીઠ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.