Abtak Media Google News

પંજાબ અને હરિયાણા કોર્ટ સમક્ષ એક વિચિત્ર યાચિકા આવી છે, જેમાં અરજદારે બ્રિટિશ શાહી ઘરાનાના પ્રિન્સ હેરી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. અરજદારનું કહેવું છે કે, પ્રિન્સ હેરીએ તેમની સાછે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, જે પૂર્ણ થયું ન હતું. અરજદારે પ્રિન્સ હેરી વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇશ્યૂ કરવાની માંગ કરી હતી.

જોકે, આ સુનાવણી કરતી વખતે પંજાબ-હરિયાણા કોર્ટે કહ્યું કે, અરજદાર ખુલ્લી આંખોથી સ્વપ્ન જોઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, અરજદાર એક વકીલ છે, જે પોતાનો કેસ લડવા માટે કોર્ટમાં પહોંચ્યી હતો. કોર્ટે વિશેષ અરજી પર કોર્ટની સીધી સુનાવણીને મંજૂરી આપી હતી.

અરજદારે યાચિકમાં ડ્યૂક ઓફ સસેર્સ પ્રિન્સ હેરી વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવાની માંગ કરી હતી જેથી લગ્નમાં વધુ વિલંબ ન થાય.

‘લાઈવ લો’ અનુસાર, અરજદારે કોર્ટમાં કેટલાક ઈમેલ પણ બતાવ્યા,તેના અનુસાર, તેમને પ્રિન્સ હેરીએ મોકલ્યા હતા અને લગ્ન કરવાના વાયદાઓ કર્યા હતાં.

જ્યાકે કોર્ટે પુછ્યું કે શું અરજદાર ક્યારે યૂનાઈટેડ કિંગડમ ગઈ હતી, તો તેનો જવાબ મળ્યો નહતો. અરજદારે કહ્યું કે માત્ર સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રિન્સ હેરી સાથે વાત થઈ હતી.

અરજીને રદ કરતાં ન્યાયાધીશ અરવિંદસિંહ સાંગવાને કહ્યું, “ફેસબુક, ટ્વિટર જેવી સોશ્યલ મીડિયા સાઇટ્સ પર બનાવટી આઈડી બનાવવામાં આવે છે.” શક્ય છે કે આ પ્રિન્સ હેરી પંજાબના એક ગામમાં બેઠો હોય અને તે પોતાના માટે કંઈક સારું શોધી રહ્યો હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.