ઈડર પાતળીયા ગામે ઝરખે કર્યો મહિલા ઉપર જીવલેણ હુમલો

વન વિભાગની મહેનત રંગ લાવી 10 કલાકની ભારે જહેમત બાદ જંગલી ઝરખ પાંજરે પુરાયુ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ પાતળીયા ગામ ખાતે રહેતા આશરે 38 વર્ષિય મહિલા વહેલી સવારે ઘરેથી ખેતર તરફ જઈ રહી હતી ત્યારે ડૂંગર અને જંગલોની વરચે આવેલ મહાકાલી મંદિર પાસે જંગલી જાનવરે હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી ઘાયલ મહિલાને સારવાર અર્થે વડનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે ગામ લોકોએ વન વિભાગ ને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ જંગલી જાનવરને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરાઈ હતી ઈડર વન વિભાગની ટીમે જંગલી જાનવરની શોધખોળ હાથ ધરતા વન વિભાગની તપાસમાં વન્ય પ્રાણી ઓમાની લૂપ્ત થતી પ્રજાતિમાંથી એક વન્ય પ્રાણી ઝરખ હોવાનું જણાવી આવ્યુ હતું ત્યારે ઈડર વન વિભાગની ટીમે પથ્થર નીચે છુપાયેલ જંગલી જાનવર ઝરખને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ હતી

આખરે વનવિભાગની ટીમને 10 કલાકની ભારે જહેમત બાદ પથ્થરની બોખમાં સંતાયેલા જંગલી જાનવર ઝારખને પાંજરે પુરવામાં સફળતા મળી હતી ત્યારે જંગલી ઝરખ પાંજરે પુરાતા પાતળીયા ગામના ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.