Abtak Media Google News

મહિલાઓ માટે મહિલાઓની અનોખી પહેલ

એક અઠવાડિયામાં ૫૦થી વધુ મહિલાઓ ઘરે બેઠા કમાતી થઇ

મહિલાઓ પગભર થાય અને પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે ઘરે રહીને જ કામ થાય તેવા આશય સાથે રાજકોટના એક મહિલા મંડળને એક અનોખી પહેલ કરી છે. મહિલાઓ ઘરે રહીને જ વ્યવસાય કરી શકે તે માટે મદદ કરી રહ્યાં છે.

મહિલાઓને ઉડાન ભરતા શિખવાડવા અંગે મહિલા મંડળના જયોતિબેન ટિલવાએ જણાવ્યું કે, હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલી છે. અનેક લોકોએ પોતાની નોકરી ખોવી પડી છે, તો અનેક નાના ઉદ્યોગો બંધ કરવાની નોબત આવી રહી છે. આવા સંજોગોમાં આત્મહત્યાના બાવો વધતા જોવા મળી રહ્યાં છે. આ પરિસ્થિતિ જોઇને એમ વિચાર આવ્યો કે, આપણે કહીએ છીએ કે, મહિલા હાલમાં પુરૂષ સમોવડી છે. તો ઘરની આવી પરિસ્થિતિમાં મહિલા પણ આત્મનિર્ભશ્ર શું કામ ન બને? આ વિચાર આવ્યો અને સમિતિની સામે વાત કરતા તામમે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની વાત કહી. રાજકોટની અનેક ફેકટરી કે જે, ફરસાણ, ખાખરા, સાબુ: પાઉડર બનાવે છે. તેવી ફેકટરીના માલિક સાથે વાત કરી આ ક્ધસેપ્ટ સમજાવતા, ફેકટરીના માલિકોએ પણ પૂરો સહયોગ આપ્યો અને અમારી આ નવી પહેલને આવકારી. આ પહેલથી એક જ અઠવાડિયામાં ૫૦થી વધુ મહિલાઓને ઘરે બેઠા જ કામ મળ્યું છે.

વધુમાં જયોતિબેને જણાવ્યુ કે, જયારે કોરોનાની મહામારીમાં મધ્યવગ માટે ઘર ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. તે અનુભુતી અને લોકોની સાચી પરિસ્થિતિ, તેમની મજબુરીનો અહેસાસ થયો. આ કોરોનાની મહામારીમાં સંજોગોમાં અનેક એવા અનુભવો થયા કે જેમણે અમને એક અનોખી પહેલ કરવા માર્ગ દેખાડયો. અમારા મહિલા મંડળને આ વિચાર આવ્યો તેને અમે તુરંત અમલમાં મુકયો. મહિલાઓને ઘરે બેસીને જ કામ મળી રહે તેવું કરવું જોઇએ. અનલોક-૧ આવ્યું, વેપાર-ધંધા શરૂ થયા બાદ આ વિચારને અમલમાં મુકયો મહિલા મંડળના સભ્યો જયોતિબેન ટીલવા, ભાવનાબેન માકડીયા મો.૯૪૨૭૭ ૩૫૧૩૨, કંચનબેન મારડીયા મો.૯૬૨૪૩૭૭૧૧૬ દ્વારા વોર્ડ વાઇઝ કમિટી બનાવી. મહિલા મંડળને રોજગારી પૂરી પાડવાના કાર્યમાં ઉદ્યોગપતિઓએ અમોને પુરતો સાથ સહકાર આપેલ છે. આ કમિટીના સભ્યો જરૂરિયામંદ બહેનોની માહિતી મેળવી તેમનો સામેથી સંપર્ક કરી કામ આપે છે અને મહિલાઓમાં આત્મવિશ્ર્વાસ કેળવાય તે માટે ખાસ તાલીમ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.