Abtak Media Google News

મિશન મંગલમ યોજના હેઠળ તાલુકાનાં દરેક જુથને ક્રેશ ક્રેડિટ લોન મંજુરી પત્ર એનાયત

૪ ઓગસ્ટ-૨૦૧૯નાં રોજ જામજોધપુર તાલુકા પંચાયત તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરનાં સંયુકત ઉપક્રમે જામજોધપુર મુકામે મહિલાઓનાં ઉત્કર્ષ માટેનો મહિલા નેતૃત્વ/ સ્વાવલંબન દિનનાં કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઈ હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી કિરણભાઈ દવે દ્વારા પ્રાસંગીક ઉદબોદન કરેલ. તેમજ કાર્યક્રમનાં અધ્યક્ષ અંજનાબેન પરમાર દ્વારા નારી શક્તિ અંગેનું પ્રેરક ઉદબોધન કરેલ. આ કાર્યક્રમમાં મીશન મંગલમ યોજના હેઠળનાં જામજોધપુર તાલુકાનાં સડોદર, વાંસજાળીયા ગીંગણી, તરસાઇ, પરડવા, મોટીગોપ, જામવાળી મોટાવડીયા, ચુર, બાલવા વિગેરે ગામનાં કુલ ૧૮ જુથમાં દરેક જુથ ને રૂ. ૫-૦૦(પાંચ લાખ) ની કેશ ક્રેડિટ લોન મંજુરી પત્ર એનાયત કરાયેલ છે. તેમજ ગ્રામ સંગઠનનાં(૩) જુથને રૂ. ૭.૦૦/- (લાખ) નાં ચેક એનાયત કરેલ છે. તેમજ -૭ સખી મંડલનાં જુથ ને રૂ. ૧૨(હજાર)નાં રિવોલ્વીંગ ફંડની રકમ એનાયત કરેલ છે.  મીશન મંગલમના ઉપરોક્ત જુથોને રાષ્ટ્રીય કૃત બેંકો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બ્રાન્ચ સડોદર/ગીંગણી/મોટીગોપ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની બ્રાન્ય જામજોધપુર,તરસાઇ/ જામવાળી, તેમજ બેંક ઓફ ઇન્ડીયાની વાંસજાળીયા બ્રાન્ચો મારફત યોજનાને સાર્થક કરવા પુરતો સહયોગ અને આર્થીક યોગદાન મળેલ છે આમ એંકદર ‚ા.(૧.૮૪) એક કરોડ અગીયાર લાખ ચોર્યાસી હજાર જેવી માતબર રકમનું ધિરાણ મહિલાઓનાં ઉત્કર્ષ માટે બહેનોનાં પુરક, વ્યવસાય-ધંધા રોજગાર તેમજ સામાજીક -પ્રસંગો કે ચીજ વસ્તુઓ ની ખરીદી માટે લોન-ધિરાણ મળી શકે તે માટેનું ફંડ મીશન મંગલમના જુથોને ફાળવેલ છે. મહિલાઓના ઉત્કર્ષ માટે તેમના જીવનધોરણને આગળ લાવવા માટે સરળ બની શકે તેવા ઉમદા આશય સાથે આ કાર્યક્રમની શાનદાર અને હર્ષ ઉલ્લાસ પુર્વક ઉજવાયો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજનાબેન દેવાભાઈ પરમાર તેમજ જિલ્લા પં. સદસ્ય દયાબેન રાઠોડ તેમજ તા.પં. એકતાબેન સુતરીયા અને મહિલા સંગઠન મહિલા મંડળ, મીશન મંગલમનાં જુથના બહેનો, મહિલા સરપંચો, સદસ્યો તેમજ આઈ.સી.ડી.એસ. ઘટકનાં સુપરવાઈઝર તેમજ મીશન મંગલમ યોજના હેઠળનાં તાલુકા લાઈવલી હુડ મેનેજર શિલ્પાબેન બ્લોક કો ઓડીનેટર મીરાબેન દવે તેમજ તાલુકા પંચાયત મહિલા કર્મચારીઓની વિશાળ સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનાં વરદ્ હસ્તે મીશન મંગલમ યોજના હેઠળનાં ચેક/મંજુરી પત્રો અપાયેલ હતા. આ કાર્યક્રમના આયોજક અને માર્ગદર્શક તાલુકા વિકાસ અધિકારી કિરણભાઈ દવે તેમજ વિ. અધિ.(પંચાયત)  સંચાણીયાભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.