Abtak Media Google News

કોરોનાની બીજી લહેરએ સંપૂર્ણ દેશના હાહાકાર મચાવ્યો છે. આ સાથે કોવિદ દર્દીને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ છે. આવા સમયમાં માનવતા હજી જીવે છે, તેનું અદભૂત ઉદાહરણ આપડી સામે આવ્યું છે.

નાગપુરમાં 85 વર્ષના નારાયણ ભાઈ રાવ કોરોના સંક્રમિત થયા હતા, તેના ઈલાજ માટે તે હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે એક યુવાનને બેડની વ્યવસ્થાની ઉણપ હોવાથી હોસ્પિટલમાં એડમિટ કરવાની ના પાડી. આ વાતની ખબર પડતા નારાયણ ભાઈએ પોતાનો બેડ ખાલી કરી તે યુવાને આપ્યો. નારાયણ ભાઈએ બેડ ખાલી કરતા કહ્યું કે, ‘મેં તો આખી ઝીંદગી જીવી લીધી છે, પણ પેલા યુવાન માથે તેના પરિવારની જવાબદારી છે.’

નારાયણ રાવને થોડા દિવસો પહેલા કોરોના ચેપ લાગ્યો હતો. તેનું ઓક્સિજનનું સ્તર ઘટીને 60 થઈ ગયું હતું. આ જોતાં તેમની દીકરી અને જમાઈએ રાવને ઈંદિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે દરમિયાન એક મહિલા રડતી રડતી આવી, તેનો 40 વર્ષીય પતિની તબિયત ખુબ ખરાબ હતી, અને તેને સારવારની અત્યંત જરૂર હતી. આ પરીસ્થિતિ જોતા નારાયણ રાવે સામેથી પોતાનો બેડ છોડી ઘરે ચાલ્યા ગયા.

 


આ પછી નારાયણ ભાઈ હોસ્પિટલ છોડી ઘરે સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ 3 દિવસમાં જ તેમનો સ્વર્ગવાસ થયો હતો. હવે આ ઘટના જાણીને દરેક નારાયણ રાવની પ્રશંસા કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટર પર RSSના સ્વયંસેવક નારાયણ રાવ દભડકરની માનવતા વિશે લખી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.