Abtak Media Google News

વિશ્વમાં અનેક એવી ખગોળીય ઘટનાઓ બનતી હોય છે જે વૈજ્ઞાનિકો માટે આશ્ચર્ય સર્જે છે. દર વર્ષે આવી જ એક ઘટના ગાંધીનગરના કોબામાં બને છે જ્યાં મહાવીર જૈન આરાધના ભવનમાં ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો જોવા છે. મહાવીર સ્વામીનો આ અદ્ભુત નજરો જોવા માટે દેશ-વિદેશથી હજારો લોકો આવે છે.

આ ચમત્કારિક ઘટના અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર કોબા ખાતે આવેલા જૈન આરાધના કેન્દ્ર દર વર્ષે બને છે. મંદિરમાં જૈનોના ૨૪માં તીર્થકર મહાવીર સ્વામીના શ્વેત આરસની ૪૧ ઈંચની મૂર્તિ સ્થાપિત છે. દર વર્ષે ૨૨ મેંના રોજ ૨ વાગ્યાને ૭ મીનીટે આ ઘટના બને છે જેને જોવા માટે હજારો ભક્તો અહી આવે છે. આ એક અદ્ભુત ઘટના છે જેમાં પ્રભુના લલાટના મધ્યમાં સૂર્ય નારાયણના કિરણો પડે છે.

૨૨ મેંએ ગુરુ સ્મૃતિનો દિવસ છે કારણ કે આ દિવસે આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજને ૨૨ મેંએ બપોરે ૨ કલાકને ૭ મીનીટે અગ્નિ સંસ્કાર આપ્યા હતા. જયારે સૂર્યના કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર પડે છે ત્યારે લાગે છે કે સૂર્યનારાયણ મહાવીરજીને તિલક કરતા હોય તેવું દ્રશ્ય ઉભું થાય છે.

આજ સુધી એવું ક્યારેય બન્યું નથી કે કોઈ આપતીના કારણે અથવા તો વાદળછાયા વાતાવરણના કારણે ક્યારેય આ કિરણ ભગવાનના ભાલ ન પડ્યું હોય. ભક્તો આ દર્શનનો લહાવો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લ્યે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.