Abtak Media Google News

 

વારાણસીથી ટ્રેન મારફતે લાવ્યાની કબુલાત: એસ.ઓ.જી. એ દરોડો પાડી 36000 નો મુદામાલ કબ્જો કર્યો

 

અબતક, જીતેન્દ્ર આચાર્ય

ગોંડલ

ગોંડલ શહેરના જામવાડી  જીઆઇડીસી સીગ્મા કેબલ નામના કારખાનાની ઓરડીમાં એસ.ઓ.જી. ના સ્ટાફે છાપો મારી રૂ. 3પ હજારની કિંમતનો સાડા ત્રણ કિલો ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સની ધરપકડ કરી રૂ. 36200 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરીને કડક હાથે ડામી દેવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ  આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એમ. જાડેજા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

ગોંડલ શહેરના જામવાડી જીઆઇડીસી સીગ્મા કેબલ કારખાનામાં રહેતા રણજીત જીયુત તિવારી નામના પરપ્રાંતિય શખ્સે ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની પી.એસ.આઇ. એચ.એમ. રાણાને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ ચાવડા અને રણજીતભાઇ ધાધલ સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો.

ઓરડીમાંથી સાડાત્રણ કિલો ગાંજા સાથે રણજીત

તિવારીની ધરપકડ કરી ગાંજા રોકડ અને મોબાઇલ મળી રૂ. 36200 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.