Abtak Media Google News

શિક્ષિત પરિણીતાને પતિ, સાસુ,જેઠ,જેઠાણી અને નણંદએ ત્રાસ આપતા નોંધાતો ગુનો

રાજકોટમાં કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળની યોગી દર્શન સોસાયટી શેરી નં-2 માં નિરંજન એપાર્ટમેન્ટમાં રહેતા અને રાજેશ્વરીબેન નામના 39 વર્ષના પરિણિતાએ પતિ ધાર્મિક, સાસુ નયનાબેન સુરેશભાઈ જોષી, જેઠ વિકાસ, જેઠાણી મનિષાબેન (રહે. ચારેય 30/બી, સ્વામિ વિવેકાનંદ સોસાયટી ટેલીફોન એકસચેન્જની બાજુમાં, મહેમદાબાદ, જિ.ખેડા) અને નણંદ પ્રગતિબેન હરીશચંદ્ર મહંત (રહે. ભરૂચ) વિરૂધ્ધ ત્રાસ આપી, મારકુટ કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.

જેમાં તેણે જણાવ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી માવતરને ત્યાં રહે છે. તા.14-11-2019 ના અમદાવાદમાં કોર્ટ મેરેજ કર્યા હતા. જેના નવ દિવસ બાદ જ્ઞાતિના રીતીરીવાજ મુજબ રાજકોટમાં લગ્ન કર્યા હતા.લગ્ન બાદ મહેમદાબાદ સંયુકત કુટુંબમાં રહેવા ગઈ હતી. લગ્નના બીજા દિવસથી પતિ તેને સમય આપતો ન હતો. ગઈ તા.29-11-2019 ના રોજ તેના પતિને ધંધાના કામ માટે ઓસ્ટ્રેલીયા જવાનું થવા છતાં તેના પ્રત્યેના વલણમાં કોઈ સુધાર આવ્યો ન હતો. પતિ ઓસ્ટ્રેલીયા જતો રહ્યા બાદ એક યુવતીનો તેને મેસેજ મળ્યો હતો.

જેમાં તે યુવતીએ જણાવ્યું હતું કે હું અને ધાર્મિક એકબીજાને પ્રેમ કરીએ છીએ.આટલું કહ્યા બાદ તેણે પુરાવારૂપે બંને વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીન શોટ મોકલ્યા હતા. પતિનો ફોન આવતા તે યુવતી બાબતે પુછતા કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ થયા નથી. જેથી તે યુવતી હવે આપણા બંનેનું લગ્ન જીવન બગાડવા માટે મારા વિરૂધ્ધમાં બોલે છે. સાસુ અને નણંદ તને ઘરનું કામ બરાબર આવડતું નથી, ધાર્મિક જેવી દેખાવડી પણ નથી તેમ કહી અપમાનીત કરતા હતા. બાદમાં તે રાજકોટ આવી ગઈ હતી. રાજકોટ આવી જતા પતિને ઓસ્ટ્રેલીયા તેડી જવાનું કહેતા તેણે એમ કહ્યું કે હાલ કોરોનાનો સમય છે. જો વિઝા માટે એપ્લાય કરશું તો રીજેકટ થશે તેમ કહી વાત ટાળી દીધી હતી. જેથી અંતે પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.