નવસારીના યુવાનની ન્યૂઝીલેન્ડમાં લુટારુઓએ પત્નીની નજર સામે કરી હત્યા

આઠ માસ પહેલા જ નવદંપતી ધંધા માટે ન્યુઝીલેન્ડ ગયા હતા: લુટારાઓ એ છરીના 10 જેટલા ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી ડોલર સહિતના મતાની લૂંટ ચલાવી

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે દુકાનમાં કામ કરતા નવસારીના યુવાનની લૂંટારોએ 10 જેટલા છરી કે ઘા ઝીંકી પત્નીની નજર સામે જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. લૂંટારું હોય યુવાની હત્યા કર્યા બાદ ત્યાંથી ડોલર સહિતની માતાની ચોરી કરી હતી જ્યારે આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આઠ મહિના અગાઉ જ નવ દંપતિ ધંધા માટે ન્યૂઝીલેન્ડ ગયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલીગામના વતની અને એન.આર આઈ યુવાન એવા જનક કાળીદાસભાઈ પટેલ(ઉં.વર્ષ.36) ના લગ્ન અઢી વર્ષ અગાઉ જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે થયા હતા.લગ્ન બાદ બંને દંપતીઓ કોરોના કાળ દરમિયાન ન્યુઝલેન્ડ જઈ શક્યા ન હતા.

દરમિયાન નવસારી વતની અને ન્યુઝલેન્ડ ના ઓકલેન્ડ ખાતે રહેતા એનઆરઆઈ ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તાજેતરમાં તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય તેમા હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યુઝલેન્ડ થી નવસારી કસ્બાપાર ગામે આવ્યા હતા. દરમિયાન ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તેમની ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે વડોલી ગામના યુવાનજનક પટેલને દુકાન સોંપી ને 15 દિવસ માટે અત્રે આવ્યા હતા.આ દરમિયાન જનક પટેલ તેની પત્ની વિજેતા સાથે ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા.આં દરમિયાન તેમની દુકાનમાં બે દિવસ અગાઉ લૂંટારુઓ ત્રાટકયા હતા અને જનક પટેલ અને તેની પત્નીને ચપ્પુ બતાવી દુકાનના ગલ્લાં રાખેલા ડોલર અને દુકાનના માલસામાનની લૂંટ ચલાવતા પોતાની દુકાનમાંથી ડોલર અને માલસામાનની લૂંટ કરનાર લૂંટારું નો પ્રતિકાર કરવા જતા એક લૂંટારુએ તે ઉપર તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરી ઉપરા છાપરી પેટના ભાગે તથા ગાળાના ભાગે અને પગમાં આઠ થી દસ જેટલા મરણતોલ ઘા ઝીંકી દીધા હતા.આથી જનક લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતો.પત્ની વિજેતાની નજર સામે જ લૂંટારુઓ જનક પટેલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ જતાં વિજેતા એ બુમાં બૂમ કરી મૂકી હતી,આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. ન્યુઝલેન્ડ માં વસવાટ કરતા મૂળ ભારતીય ગુજરાતીઓ અને એનઆરઆઈ ઓ માં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.અને લૂંટારુઓ ને ઝડપી પડી સમ્રમાં સપ્ત સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.