Abtak Media Google News

અબતક-પોરબંદર

પોરબંદરના એક વિદ્યાર્થીએ પાંખીયા વગરનો પંખો બનાવ્યો હતો અને ઇન્સ્પાયર એવોર્ડમાં આ પંખાની કૃતિ રજૂ કરી હતી, જેમાં આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે. ત્યારે હવે સ્ટેટ લેવલે પોરબંદરનો તરુણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે.

બાળકોમાં ટેલેન્ટ છુપાયેલું હોય છે. આ ટેલેન્ટને બહાર લાવવા અને પ્લેટફોર્મ આપવા સરકાર દ્વારા ઇન્સપાયર એવોર્ડનું આયોજન થાય છે. જેમાં પોરબંદરના ધૈર્ય વિમલભાઈ હિડોચા નામના 14 વર્ષીય તરૂણે પોતાની કૃતિ રજૂ કરી હતી. ધૈર્યએ બ્લેડ લેસ ફેન એટલેકે, પાંખીયા વગરનો પંખો બનાવ્યો છે. ધૈર્ય એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આઠ મા ધોરણમાં અભ્યાસ કરે છે.  ધૈર્યએ જણાવ્યું હતું કે પાંખીયા વાળો પંખો હોય તો તેમાં નાના બાળકો હાથ નાખી દે તો બાળકને ઈંજા પહોંચી શકે છે. જેથી પાંખિયા વગરનો પંખો બનાવ્યો છે.

જિલ્લા કક્ષાએ કૃતિ પસંદગી પામી, સ્ટેટ લેવલે પોરબંદરનો તરૂણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

જેમાં બ્લેડ અંદર હોય છે આથી પંખો હવા ફેંકે પરંતુ પાંખીયા નીચે હોય જેથી દેખાઈ નહિ અને બાળકને નુકશાન ન થાય તે હેતુથી આ ઇનોવેશન તૈયાર કરી રજૂ કયુઁ હતું. આ ઇનોવેશન તાલુકા બાદ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પામ્યું છે. જિલ્લા લેવલે 10 કૃતિમાંથી ધૈર્યનું ઇનોવેશન પ્રથમ આવતા આગામી સમયમાં ધૈર્ય સ્ટેટ લેવલે પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ મોટીવેટ કરે છે. ત્યારે આ સિધ્ધી બદલ શાળાના આચાર્ય સહિતના સ્ટાફે ધૈર્યને શુભેરછા પાઠવી છે.ધૈર્યએ આ વર્ષે પણ નવું ઇનોવેશન તૈયાર કયુઁ છે. જેમાં દિવ્યાંગજનો કે જે હાથેથી રોટલી વણી શકતા નથી તેઓને ધ્યાનમાં રાખી ઓટોમેટિક રોટીમેકર બનાવ્યું છે, જેમાં લોટનો પિડો મુકવાથી રોટલી વણાઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.