Abtak Media Google News

જાપાનમાં વર્ક પરમીટ પર પોતાની પત્ની સાથે કામ કરવા ગયેલા ગુજરાતના એક શખ્સને ફરી પાછો ભારત લાવવામાં આવ્યો. ગુજરાતના ભેસાણનો રહેવાસી જયેશ પટેલ 2018માં જાપાન કામ કરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં તેમની શારીરિક પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ હતી. તેને પાછા ભારત લાવવા માટે એક મોટી રકમની જરૂર હતી.

સમગ્ર ઘટના એમ છે કે, ભેસાણના વાતની જયેશ પટેલ તેની પત્ની સાથે 2018માં વર્ક પરમિટ લઈ જાપાન ગયા હતા. ગયા વર્ષે જાપાનના ઓટા શહેરમાં કામ કરતા જયેશ ભાઈને ટીબીની બીમારી થઈ હતી. ટીબીના થોડા સમય બાદ જ તેને સ્ટોક (મગજમાં લોહીના નબળા પ્રવાહને કારણે થતી બીમારી) થઈ. આ બીમારી પહેલા તેમની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી ભારત પરત ફરી હતી.

Jayesh Airજયેશ પટેલ ડિસેમ્બર 2020માં ભારત પરત ફરવાની યોજના બનાવી રહ્યા હતા. તે દરમિયાન તેમને ટીબી થઈ અને 6 જાન્યુઆરી 2021ના રોજ તેમને સ્ટ્રોકની બીમારી થઈ. તે છેલ્લા આઠ મહિનાથી શિબુકાવાના નામની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પિતા હોસ્પિટલમાં જયેશની મુલાકાત લેવા જાપાન ગયા. ત્યારે તેના પિતાની ઈચ્છા હતી કે તેના પુત્રની સારવાર ભારતમાં થાય.

વિડીયોકોન ૩ હજાર કરોડમાં વેંચાયું: હસ્તગત કરવા અનિલ અગ્રવાલની ટ્વિન સ્ટારને મંજૂરી

ભારતમાં જયેશને પાછા લાવવા માટે એક મોટી રકમની જરૂર હતી. તે માટે જયેશ ભાઈના પરિવાર અને તેના મિત્રોએ સોશ્યિલ મીડિયા પર રૂપિયાની મદદ કરવાની અપીલ કરી. તે દરમિયાન ફેસબુક પર ‘આઈ સપોર્ટ જયેશ પટેલ’ નામનું અભિયાન ચાલવામાં આવ્યું. થોડા સમયગાળા દરમિયાન 44 લાખ રૂપિયા એકત્રિત થઈ ગયા હતા.

આખરે જયેશના પરિવારે જાપાનમાં ભારતીય દૂતાવાસ અને વડા પ્રધાનની કચેરીને પત્ર લખ્યો. પત્રમાં જયેશને ફરી ભારત લાવવાની અપીલ કરી. આખરે અમદાવાદથી ડોકટરોની એક ટીમ એર એમ્બ્યુલન્સ મારફતે જયેશ પટેલને લેવા જાપાન ગઈ. તેમની દેખરેખ હેઠળ જયેશ પટેલને સોમવારે એર ઇન્ડિયા એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.

Air Ambulanceજાપાનથી દિલ્હી લાવ્યા બાદ જયેશ પટેલને અમદાવાદ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલ તે સારવાર હેઠળ છે. જયેશ પટેલના મોટા ભાઈ હાર્દિક અને મિત્ર મુકુંદ પટેલએ આખરે બધાનો આભાર માનતા કહ્યું કે, ‘જયેશ ને પાછો સારવાર માટે ભારત લાવવામાં જે લોકોએ આર્થિક અને સામાજિક રીતે સહાય કરી તે બધાના તે ઋણી રહશે.’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.