Abtak Media Google News

બિહારના મધેપુરાથી માનવતાને શર્મસાર કરતો આવો જ એક અમાનવીય સમાચાર સામે આવ્યા છે. જેને જાણીને તમે પણ કહેશો કે, આપણે કેવા સમાજમાં જીવી રહ્યાં છીએ. એક યુવકનું માથુ મુંડવી, ચંપલની માળા પહેરાવીને તેને આખા ગામમાં ફેરવ્યો હતો. એટલું જ નહીં, તેને પેશાબ પણ પીવડાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે,યુવકનો ગુનો માત્ર તે જ હતો જેણે ચોરી કરી હતી. જો કે, જ્યારે આ મામલો પ્રકાશમાં આવતા પોલીસે પીડિતના પિતાને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીની ધરપકડ કરવા દરોડા પણ ચલાવી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો

બિહારીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસ્થન પંચાયતના વોર્ડ નંબર 2 નિવાસી પ્રેમલાલ શર્માના 23 વર્ષીય પુત્ર જકસ શર્મા પર ઘણા નાના-મોટી ચોરીના આરોપ લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે વાંસથી ખેતરમાં મકાઈનો છોડ તોડી નાખ્યા હતા. ત્યાર બાગ વિસ્તારના કેટલાક દંબગોએ માણસોએ તેને પકડી લીધો. જે બાદ લોકોએ ખૂબ માર માર્યો હતો અને તેનું અડધુ માથુ મુંડવી દીધુ હતું. એવો આક્ષેપ કરવામાં આવે છે કે, ત્યા પછી પેશાબ પીવડાવીને ગામમાં છોડી દેવામાં આવ્યો હતો.

પોલીસ દરોડા પાડવામાં વ્યસ્ત

બિહારગંજ પોલીસ મથક અરૂણ કુમારે જણાવ્યું હતું કે વાયરલ થયેલા વીડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.પીડિતાના પિતા અરજી કરી રહ્યા છે. આરોપીઓના ઘરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.