Abtak Media Google News

કોર્ટ કેસ ચાલતો’તો : પેરોલ પર નિકળેલા આરોપીએ ફાયરીંગ કરી યુવકની લોથ ઢળી

સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર ઝાલાવાડમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુનેગારોને પોલીસનો કે કાયદાનો ડર કે ખોફ ના હોય તેમ નજીવી બાબતે મારામારી, હુમલો અને ફાયરિંગ કરી મર્ડરના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે અને “જર જમીન અને જોરૂ એ કજીયાના છોરૂ” જેવી કહેવતનો કિસ્સો સામે આવ્યો છે અને ઘટનામાં ફાયરિંગથી એક વ્યક્તિનું મોત નિપજતા ભારે ચકચાર મચી છે. સાયલા તાલુકાના નાગડકા ગામે 35-40 વર્ષથી જમીન વિવાદમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. વધુ વિગત પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધજાળા પોલીસને જાણ થતા પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા સહિત પોલીસકર્મીઓ સાયલા દોડી આવ્યા હતા .

પ્રાથમિક માહિતી મુજબ આરોપી લખુભાઇ પેરલ જંપનો ફરાર આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે વધુ તપાસ શરૂ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બે સંતાનોના પિતાની હત્યા થતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જમીન બાબતની તકરારમાં હત્યા થયાનું માનવામાં આવી રહ્યુ છે. લાશને પેનલ ટીમ સાથે પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. આ બાબતે ધજાળા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જમીનની તકરારમાં યુવાનની હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામે પી.એચ.સી. દવાખાના સામે નાગડકા ભડલા રોડ ઉપર પીકઅપ ગાડીમાં ચાપરાજભાઈ ભીખુભાઈ બોરીચા ઉપર બંદુકથી ભડાકો કરી ચાપરાજભાઈનુ મોત નીપજાવી ત્રણ શખ્સો નાશી છુટતા ભારે ચકચાર મચી જવા પામી છે.

આ ફાયરિંગની ઘટના મરનારના ભાઈ મહેશભાઈ ભીખુભાઈ બોરીચાએ ધજાળા પોલીસ મથકે પુંજભાઈ ખાચર ઉર્ફે લખુભાઈ આપાભાઈ રહેવાનું મોટા છેડા તા-જી. બોટાદ અને બે અજાણ્યા શખ્સોએ ચાપરાજભાઈ ઉપર જીવલેણ ઈજા કરી હત્યા કરી અને ફરિયાદી મહેશભાઈ બોરીયા સામે લખુભાઈએ બંદુક તાકી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ ત્રણ શખ્સો સામે ધજાળા પોલીસ મથકે નોંધાતા ચાપરાજભાઈ કાઠી દરબારને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓ અને ખુન કરીને નાશી છુટનાર ખુનીને પોલીસ ટીમ બનાવી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે હત્યાના આરોપીને જેલ હવાલે કરવા ધજાળા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સાયલા તાલુકાનાં નાગડકા ગામે જમીનનાં વિવાદમાં ફાયરીંગ કરી એક યુવાનની લોથ ઢાળી દેવાઈ હોવાનો બનાવ બનેલ છે. 39 વર્ષનાં ચાપરાજભાઈ ભીખુભાઈ બોરીચા ઉપર ફાયરીંગ કરાતા ગંભીર ઈજાથી તેમનું મોત થયુ હોવાનું અને લખુભાઈ પુંજભાઈ ખાચર નામના શખ્સે ફાયરીંગ કર્યું હોવાનું જાણવા મળેલ છે. હાલ આરોપી હત્યા કરી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

જમીન બાબતે મૃતક અને આરોપી વચ્ચે ઝઘડો ચાલતો હતો. જે બાબતે કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. તેથી જમીન બાબતે ફાયરીંગ અને હત્યાની ઘટના બની હોવાનું પ્રાથમીક અનુમાન છે. હાલ તો બનાવને પગલે નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

ચુડાના કુંડલા ગામે જમીન બાબતે પરિવાર પર સાત શખ્સોનો ખૂની હુમલો

ફરસી, ધારીયા, લોખંડના પાઈપ વડે તૂટી પડતા બે મહિલા સહિત ચાર ઘાયલ

ઝાલાવાડ પંથકમાં સાયલાના નાગડકા ગામે જમીનના ડખ્ખામાં એકની લોથ ઢળી હતી તો બીજીબાજુ તરફ ચૂડાના કુડબા ગામે જમીન બાબતે સાત શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે પરિવાર પર જીવલેણ હુમલો કરતા બે મહિલા સહિત ચાર સભ્યો ઘવાતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુડા તાલુકાના કુડલા ગામે રહેતા સોમાભાઈ ભગુભાઈ દશાડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગઈકાલે તેમના મોટાભાઈ મફાભાઈ દશાડીયાના ઘરે હતા ત્યારે તેમના કૌટુંબિક કાંતિ ધીરૂ દશાડીયા, ઈશ્ર્વર ઉર્ફે ઈશા ધીરૂ દશાડીયા, ભીખા ધીરૂ દશાડીયા, અશોક ઈશ્ર્વર દશાડીયા, રાજુ ધીરૂ દશાડીયા, સુરેશ કાંતિ દશાડીયા અને બાવલ ઈશ્ર્વર દશાડીયા ફરશી, ધારિયુ, તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે દોડી આવ્યા હતા.

સાતેય શખ્સોએ અગાઉ ચાલતી જમીનની માથાકૂટમાં આવી મફાભાઈ દશાડીયા તેમની પત્ની હંસાબેન દશાડીયા, કરણ દશાડીયા અને અનિતાબેન દશાડીયા પર ખૂની હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. સાતેય શખ્સોએ જીવલેણ હુમલો કરતા બે મહિલા સહિત ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે સામાભાઈ દશાડીયાની ફરિયાદ પરથી કાંતિ દશાડીયા સહિત સાત શખ્સો સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.