Abtak Media Google News

સબસિડી તથા સરકારી યોજનાનો લાભ લેનાર ખાતાધારકો માટે ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય: અજય ભુષણ પાંડે

દેશમાં સરકારી તમામ ચીજ-વસ્તુઓ જેવા કે બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન, મ્યુચ્યુલ ફંડ માટે આધારકાર્ડ સરકાર દ્વારા ફરજીયાત બનાવવામાં આવ્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ અનુસાર હવે ફરજીયાત બની રહેલા આધારકાર્ડ લોકો માટે વૈકલ્પિક બની રહેશે. મોબાઈલ કનેકશન કે કોઈપણ બેંકમાં ખાતુ ખોલાવવા માટે હવે લોકોએ ફરજીયાતપણે આધારકાર્ડ આપવાનું રહેશે નહીં. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ હવે કોઈપણ વ્યકિત બેંક ખાતું, મોબાઈલ કનેકશન, મ્યુચ્યુઅલ ફંડ કે પછી ડીબેટ એકાઉન્ટ ખોલાવવા માટે આધારકાર્ડ વૈકલ્પિક તરીકે ઉપયોગ કરી શકશે. સાથોસાથ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દેશનાં ૧૨૪ આધારધારકો માટે હવે સાનુકૂળતા રહેશે.

પહેલા લોકો બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન કનેકશનમાં અનેકવિધ ડોકયુમેન્ટો આપતા હતા જેમાં કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને અનેકવિધ તકલીફોનો સામનો પણ કરવો પડતો હતો પરંતુ આધારકાર્ડ આવતાની સાથે જ હવે અન્ય કોઈ ડોકયુમેન્ટ ન હોય તો પણ ચાલશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઘર બેઠા બેંક ખાતું પણ ખોલી શકાશે તેવી પણ વાત હવે સામે આવી રહી છે. હાલ દેશમાં ૧૨૪ કરોડ લોકોને આધારકાર્ડ આપી દેવામાં આવ્યા છે. લોકોએ આધારકાર્ડનાં વપરાશ માટે તેમનાં એડ્રેસ, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ અને નામને નિયમિત સમય પર અપડેટ કરવાનાં રહેશે. આધારકાર્ડ માટે સરકાર દ્વારા ૧૧૪ આધાર સેવા કેન્દ્રો ૫૩ સીટીમાં શરૂ કરવામાં આવશે અને જેમાં ૮ થી લઈ ૧૬ આધારની નોંધણી અને તેમાં અપડેટ થતા મશીન પણ ઉપલબ્ધ રહેશે. લોકોએ અપડેટ થયા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે જેમાં તેઓને કયુઆર કોડ લાગુ કરાશે જેથી આધાર કેન્દ્રોમાં ફરીથી લોકોએ તેમની પુરી વિગતો ભરવાની રહેશે નહીં. હાલ ઓનલાઈન આધારની સાથે બાયોમેટ્રીકની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આવનારા દિવસોમાં લોકો ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડને પણ લીંક કરી દેવામાં આવશે જેથી તેઓ ઓનલાઈન અપોઈમેન્ટ લઈ શકશે. જે વ્યકિત પાસે પાસપોર્ટ હોય અને આધારકાર્ડ ન હોય તો તેઓ આધારકાર્ડ સેન્ટર પર જઈ પાસપોર્ટની કોપી આપતાની સાથે જ તેઓની નોંધણી આધારકાર્ડ માટે થઈ જશે. આથી તેઓનો સમય પણ બચી શકશે. આધારકાર્ડ જયારથી દેશમાં અમલી બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેનાં ડેટા અંગે ઘણી ખરી પુછપરછો કરવામાં આવતી હતી અને આધારનાં ડેટાનો ગેરઉપયોગ થવાની પણ વાત સામે આવતી હતી પરંતુ હવે આધારનાં ડેટા ઉપર સરકાર દ્વારા પૂર્ણત: નજર રાખવામાં આવી રહી છે અને તેનાં સિકયોરીટી સ્ટાન્ડર્ડને પણ વધુ મજબુત કરવામાં આવ્યા છે. બાયોમેટ્રીક સિસ્ટમ લાગુ થતાની સાથે જ એક પણ પ્રકારનાં ડેટાનો ગેરઉપયોગ થયો નથી.

યુઆઈડીઆઈનાં સીઈઓ અજય ભુષણે જણાવ્યું હતું કે, આધારકાર્ડની ડિજિટલ સાઈનવાળા ઈલેકટ્રોનિક ફોર્મનો ઉપયોગ કરી આધાર વેરીફીકેશન કરી શકાશે જે પૂર્ણત: પેપરલેશ ઓપ્શન માનવામાં આવી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, આ સુવિધાનો લાભ સૌથી વધુ ડીબીટીનાં વિકલ્પને પસંદ કરનાર લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.