Abtak Media Google News

 

વિસાવદર તાલુકા પ્રમુખનો સરકારના વિવિધ વિભાગો સામે પ્રચંડ આક્રોશ

વિસાવદરમાં આધારકાડે અને મા અમૃતમ કાડેની કામગીરી  અંગે તાલુકા પ્રમુખ વિપુલભાઈ કાવાણીએ આક્રોશ સાથે પ્રજાને સહારે વિસાવદર તાલુકાના પ્રજાજનોની આધારકાડેને લગતી મુશ્કેલીઓથી વ્યથિત થઇને પોતાનો પ્રચંડ રોષ સરકારના વિવિધ વિભાગો સામે રજુ કર્યો છે જેમાં પ્રજાના પૈસા પર તાંગડધિન્ના કરતા શાહી અમલદારો મામલતદાર ઓફિસ થી લઇને કલેકટર ઓફિસ અને તેની મીઠી નજર હેઠળ ચાલતી એજન્સીઓ ના કમીશન એજન્ટો સામે પ્રજાની પીડા માટે ઉંચો અવાજ ઉઠાવેલ છે.

છેલ્લા કેટલાય સમયથી આધારકાડેની કામગીરી ઠપ્પ છે અને આજે કોઈપણ સરકારી કાયેમાં આધારકાડેની જરૂરીયાત રહે છે ત્યારે આધારકાડ ના હોવાના કારણે અથવા આધારકાડેના સુધારા ન થતા હોવાથી લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ અંગે વારંવાર રજુઆતો કરવા છતાં ખાનગી એજન્સીઓ કામ કરતી નથી તેવા બહાના હેઠળ હાથ ઉંચા કરી લેતા સરકારી બાબુઓ પ્રજાને માટે શ્રાપ બનીને રહયા છે. તેમજ  મા અમૃતમ યોજનાની કામગીરી પણ સદંતર બંધ છે તો ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે આશિર્વાદ સમાન આ યોજનાની કાયેવાહી તુરત શરૂ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેમજ દસ વર્ષ પહેલા શરૂ થયેલી આયુષ્માન યોજના પણ જે-તે વિસ્તારની વસ્તી આધારીત અમલમાં આવેલ હતી તો આયોજનની પુન: સમીક્ષા કરી અને જનહિત અથેના આ કાયેને સરકાર પ્રજા પ્રત્યેની પોતાની જવાબદારી સમજી ઉપરોકત બાબતો પર સત્વરે પોતાની સકારાત્મક ભૂમિકા ભજવે તેવી માંગણી વિપુલભાઈ કાવાણી દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.