Abtak Media Google News

ફરજીયાત આધાર નંબરથી સેટલમેન્ટમાં આવતા અવરોધો દુર કરવા કરાયો નિર્ણય

હવે, આધારકાર્ડ વગર પેન્શન એકાઉન્ટમાંથી નાણા ઉપાડવાની છુટ રીટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ આપી દીધી છે. અત્યારસુધી પેન્શન ખાતામાંથી નાણા ઉપાડવા માટે આધાર નંબર આપવા ફરજીયાત હતા જે હવે દુર કરાતા ખાતાધારકોને રાહત મળી છે.  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (ઈપીએફઓ) જે સભ્યોની સેવા દસ વર્ષથી ઓછી છે તેઓ ૧૦સી ફોર્મ દ્વારા પેન્શનખાતામાંથી પેન્શનની કુલ રકમ ઉપાડવા માટે આવેદન કરી શકશે. એક અધિકારીએ કહ્યું કે, જે ઈપીએફઓ સભ્ય ફંડ ઉપાડવા માટે આવેદન કરે છે. તેમણે આધાર આપવાની જ‚રીયાત નહી રહે. તેમ છતા પણ જે સભ્ય ફોર્મ-ડી દ્વારા પેન્શન ફીકસીંગ કરવા માંગે છે. તેઓએ આધાર નંબર અથવા એન્રોલમેન્ટ સ્લીપ આપવી પડશે. ૧૦સી ફોર્મ દ્વારા પૈસા ઉપાડવા પર આધાર નંબર બિનજ‚રી કરવા માટેનું કારણ જણાવતા અધિકારીએ કહ્યું કે ફરજીયાત આધાર નંબરથી નાણા ઉપાડવા અને તેના સેટલમેન્ટ માટે ઘણી મુશ્કેલીઓ પેદા થતી હતી. આથી આ મુશ્કેલીઓ દુર કરવા અને ખાતાધારકોને રાહત આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનિઝેશને વિવિધ સામાજીક સુરક્ષાની સ્કીમો હેઠળ લાભ આપવા સભ્યો માટે આધાર નંબર ફરજીયાત બનાવ્યું હતું .ત્યારબાદ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ-૧૯૯૫ હેઠળ પેન્શનના નાણા ઉપાડવા માટે પણ આધાર ફરજીયાત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.