Abtak Media Google News

અરજદારે એપોઇન્ટમેન્ટ લેવી ફરજીયાત,માઈક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોનના લોકો નહીં આવી શકે:રોજ ૬૦ લોકોને જ બોલાવશે

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવાનાં ભાગ રૂપે  મહપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ, વેસ્ટ ઝોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને  ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલ આધાર નોંધણી કેન્દ્રો આગામી સોમવારથી પુન: શરૂ કરવામાં આવશે.

ગુજરાત સરકારનાં પરિપત્ર મુજબ  કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા કેટલીક સૂચનાઓનું આધાર કેન્દ્રોની મુલાકાત લેનાર રહીશોએ ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે.

જેમાં માઈક્રો ક્ધટેન્ટમેન્ટ જાહેર કરાયેલા એરીયાના રહેવાસીની આધાર નોંધણી કરવામાં આવશે નહિ.

આધાર નોંધણી માટે આવતાં રહીશો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ/ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ મેળવ્યા બાદ જ આધાર નોંધણી/અપડેટ માટે આવી શકશે. જેથી રહીશોએ નીચેની વિગત મુજબ ઓનલાઈન/ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ ફરજિયાતપણે લેવાની રહેશે.જેના માટે

ઓનલાઈન એપોઇન્ટમેન્ટ ૂૂૂ.ીશમફશ.લજ્ઞદ.શક્ષ અથવા  ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ માટે  ફોન નં.૦૨૮૧-૨૨૨ ૫૩૪૨ અને ૦૨૮૧-૨૨૨ ૫૩૪૩ ઉપર સવારે ૧૧ થી સાંજે ૦૫, કચેરીનાં ચાલુ કામનાં દિવસે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.

૧ દિવસ માટે ઝોન દીઠ મહત્તમ ૬૦ એપોઇન્ટમેન્ટ મળી શકશે.  તાવ, શરદી, ખાંસી વગેરે જેવા લક્ષણો હોય તેવાં રહીશોની આધાર નોંધણી કરવામાં આવશે નહિ. આધાર નોંધણી/સુધારણા માટે એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે તથા બહારનાં ભાગમાં રહીશોએ/અરજદારોએ સોશિયલ ડીસટન્સ સાથે લાઈનમાં રહેવાનું રહેશે.ફરજીયાત માસ્ક પહેવાનું રહેશે. આધાર નોંધણી માટે આવતાં રહીશોએ સેનેટાઈઝરથી હાથ સેનેટાઈઝ કરી, શરીરનું તાપમાન તથા ઓક્સિજન ચેક કર્યા બાદ અરજદારની સ્થતિ સામાન્ય હશે તો જ આધાર નોંધણી કરી આપવામાં આવશે.   અરજદારોએ આધાર નોંધણી કેન્દ્ર પરનાં અન્ય કોઈ સાધનોને અડવું નહિ.  આધાર નોંધણી ફોર્મ પૂરેપૂરું ભરી જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ જ આધાર નોંધણી સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે સરકારનાં આદેશ અનુસાર આધારની સેવાઓ માટે ફીમાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.