Abtak Media Google News

જન્મની સાથે જ આધાર નંબર અલોટ કરવાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે બાળક અને પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળી રહેશે

આધારનો દુરૂપયોગ અટકાવવા માટે અને તેનો વ્યાપ, સુરક્ષા વધારવા માટે યુઆઈડીએઆઈ (UIDA)એ તૈયારી કરી લીધી છે. હવેથી કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડનો મિસયુઝ નહીં કરી શકે. હવેથી જન્મ અને મૃત્યુના ડેટાને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. તે માટે UIDA દ્વારા ટૂંક સમયમાં જ પાયલટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

હવેથી નવજાત શિશુને પણ એક કામ ચલાઉ આધાર નંબર આપવામાં આવશે તથા બાદમાં તેને બાયોમેટ્રિક ડેટા સાથે અપગ્રેડ કરી દેવામાં આવશે. ઉપરાંત કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા પર તેના મૃત્યુની નોંધણીના રેકોર્ડને પણ આધાર સાથે જોડવામાં આવશે જેથી તે નંબર્સનો મિસયુઝ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, આધારને વર્ષ ર010માં લોન્ચ કરવામાં આવ્યું હતું તથા દેશની લગભગ તમામ વયસ્ક વસ્તીને તેમાં એનરોલ કરી દેવામાં આવી છે.

એક અધિકારીના કહેવા પ્રમાણે જન્મની સાથે જ આધાર નંબર અલોટ કરવાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે બાળક અને પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળી રહેશે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ સામાજીક સુરક્ષાના લાભથી વંચિત નહીં રહે. એ જ રીતે મૃત્યુ અંગેના ડેટાને આધાર સાથે જોડવાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાના દુરૂપયોગને રોકી શકાશે. અત્યારે એવા અનેક કેસ સામે આવે છે જેમાં લાભાર્થીના મૃત્યુ બાદ પણ તેના આધારનો ઉપયોગ કરવામાં આવતો હોય.

નવજાત શિશુને એક કામ ચલાઉ આધાર નંબર આપવામાં આવશે તથા બાદમાં તેને બાયોમેટ્રિક ડેટા સાથે અપગ્રેડ કરી દેવામાં આવશે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDA)એ તાજેતરમાં જ એક ટ્વિટ કર્યુ છે. જે લોકો આધાર કાર્ડમાં કોઇ પણ પ્રકારના સુધારા કરવા માંગે છે, તેમના માટે ઓથોરિટીએ આ ઓફિશ્યલ ટ્વિટ જાહેર કર્યુ છે. જો તમે તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કે સરનામું બદલાવવા ઇચ્છો છો તો તમારે આ ફોર્મની જરૂર પડશે. આપણે જાણીએ જ છીએ કે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક જરૂરી ઓળખ પત્ર છે. જે આપણને દૈનિક જીવનમાં અનેક જગ્યાએ કામ લાગે છે, જેમ કે બેંક, કાર ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ વગેરે. તેથી જરૂરી છે કે દરેક ડોક્યુમેન્ટને અપડેટ રાખવામાં આવે. તેથી આધાર અપડેટ માટે ફોર્મ ભરતી સમયે તમારે આ વાતોનું ધ્યાન રાખવું

જોઇએ.આધારકાર્ડનો વ્યાપક પ્રમાણમાં દૂરઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે તેનો મિસયુઝ ન થાય તે માટે યુઆઇડીએઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવશે. હાલ એક દિવસના બાળકને પણ આધારકાર્ડ આપવામાં આવી રહ્યું છે. તેમાં સમયાંતરે બાયોમેટ્રીક ડેટા અપડેટ કરવામાં આવી રહ્યા છે. હવે વ્યક્તિના જન્મથી લઇ મૃત્યુ સુધી અર્થાત જીંદગીભર ખરાઅર્થમાં આધારકાર્ડ આધાર બની રહે તે પ્રકારની સુવિૂધાઓ ઉમેરવામાં આવશે. નવજાત બાળક અને તેના પરિવારોને સરકારી યોજનાનો લાભ મળતો થઇ જશે. વર્ષ-ર010માં આધાર કાર્ડને લોન્ચ કરવામાં આવ્યુ હતું. હાલ દેશની મોટાભાગની વસ્તીને આધાર કાર્ડ નંબર આપી દેવામાં આવ્યો છે. હવે તેનો દૂરઉપયોગ અટકાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

વ્યક્તિ હયાત ન હોય તેવા કિસ્સામાં પણ તેને સરકારી સહાય મળતી રહેતી હતી. જે અટકાવવા માટે લાભાર્થીના મૃત્યુ બાદ તેનો આધારકાર્ડનો ઉપયોગ ન થાય તે માટે ડેથ સર્ટિફીકેટ આપવા માટે આધારકાર્ડ માંગવામાં આવે છે.

શું છે ઝીરો આધાર

UIDA દ્વારા ઝીરો આધાર અલોટ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. તેના લીધે બોગસ આધાર નંબર જનરેટ નહીં થઈ શકે. ઉપરાંત એક વ્યક્તિને એકથી વધારે આધાર નંબર પણ અલોટ નહીં થઈ શકે. ઝીરો આધાર નંબર એવા લોકોને આપવામાં આવે છે જેમના પાસે જન્મ, નિવાસ કે આવકનું કોઈ પ્રમાણ નથી હોતું. તેવા લોકોને આધાર ઈન્ટ્રોડ્યુસ વેરિફાઈડ ઈલેક્ટ્રોનિક સાઈન દ્વારા આધાર ઈકોસિસ્ટમ સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.