ખાખીજાળીયા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઇ

લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા: એક મોકો આપને આપવા ઇશુદાનની હાંકલ

તાલુકાના ખાખીજાળીયા ગામે આમ આદમી પાર્ટીની જન સંવેદન યાત્રા આવી પહોંચતા ગામની બાળાઓએ કુમકુમ તીલક કરી ભવ્ય સ્વાગત કરેલ હતું. આ જન સંવેદન યાત્રા સભાના રૂપમાં ફેરવાઇ હતી.

ખાખી જાળીયા ગામે ગરબી ચોકમાં જનસંવેદન યાત્રાને આપના ઇશુદાન ગઢવીએ સંબોધતા જણાવેલ કે હાલ રાજ્ય અને દેશ મોંઘવારીમાં પિસાઇ રહ્યો છે. યુવાનો બેકાર ફરી રહ્યા છે. ગરીબ માણસોને કામ મળતું નથી. રાજ્ય સરકારની ઘોર બેદરકારીથી વારંવાર પેપર ફોડવાના બનાવો બન્યા છે. પરીક્ષાઓ બંધ રાખવી પડે છે. આવી ભાજપની અણઆવડત વાળી સરકારને મૂળીયામાંથી પણ એક મોકો આમ આદમી પાર્ટીને આપવા અનુરોધ કરેલ હતો. આ સભામાં ખાખી જાળીયા ગામના દિનેશભાઇ ભેટારીયા ઉપપ્રમુખ નાજાભાઇ ખાંભલા મહામંત્રી પ્રવિણભાઇ પરમાર પ્રમુખ એસી. એસ.ટી. સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

બાળકોમાં ઇશુદાન ગઢવી સાથે સેલ્ફીનો ક્રેજ

આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી પાર્ટીની જનસંવેદન યાત્રા લઇ ઉપલેટા ખાખી જાળીયા ગધેથર ગામે આવી પહોંચતા હાલ યુવાનો તેમજ લોકોમાં સેલ્ફીનો ભારે ક્રેજ છે ત્યારે આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી જનસંવેદન યાત્રા ખાખીજાળીયા ગામે પહોંચી ત્યારે ગામનો જેનીસ સુવા નામના બાળકે કેજરીવાલ સાથે ફોટો પડાવી સુટ કરેલ હતો. આથી ઇશુદાન ગઢવીની લાગણી બાળકો  પ્રત્યની જન સંવેદના જોવા મળી હતી.