- સ્માર્ટ મીટર ફરજીયાત નહી કરવા કચ્છ જીલ્લા AAP એ આપ્યું આવેદનપત્ર
- બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભચાઉ પ્રાંત અધિકારી અને મુન્દ્રા મામલતદારને આપ્યું આવેદનપત્ર
- સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત ન કરવા માટે આપ્યું આવેદનપત્ર
- બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રહ્યા ઉપસ્થિત
rapper: સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો ની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલ નો લાભ લઈ રહેલા ગ્રાહકો ને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડરછે ખાસ કરી ને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા ની ફરિયાદો સામે આવી છે.
સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે. સ્માર્ટ મીટર થી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટ માં પેન્ડિંગ પણ છે, વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યોછે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુંલ થઈ જશે એ પણ નક્કી જ છે. ટુંક માં કહું સ્માર્ટ મીટર લોકો પાસે થી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે.
GUVNL ની અંડર માં આવતી વીજકંપનીઓ ના કોઈ જ ગ્રાહકે સામે થી સ્માર્ટ મીટર નો આગ્રહ રાખ્યો નથી ઉલ્ટા નો તમામ લોકોએ વિરોધ કર્યો છે તો પણ બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપ સાહેબ ને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્યવસ્થિત ચાલે છે તો એજ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ. આ બાબતે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, સુલતાન ભટ્ટી,નરેન્દ્રસિંહ જાડેજા અને બહોળી સંખ્યા માં કાર્યકર્તાઓ દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને તેમજ મુંદરામાં પ.ક જીલ્લા મંત્રી ગાંગજી મહેશ્વરી, વિજેન્દ્રસિંહ જાડેજા, ભરત ધેડા, હરેશગર ગોસ્વામી, પ્રશાંત રાજગોર, પ્રભાતસિંહ સહિતના અગ્રણીઓ એ મામલતદાર મુંદરા ને આવેદનપત્ર આપ્યું હતું અંજાર માં પ્રાંત અધિકારી ને યુવા જીલ્લા પ્રમુખ અશ્વિનનાથ, શામજી આહીર, જયેશ પંડ્યા, હિરેન પંડ્યા, જયેશ ભટ્ટ, નરેન્દ્ર દવે, રવિ આહીર, ક્રિષ્ના આહીર, દેવ ક્ન્યા વરુ, ઇબ્રાહિમ મોઘરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ: ગની કુંભાર