Abtak Media Google News

અબતક, ગીર સોમનાથઃ જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય સળવળાટ વધતો જઇ રહ્યો છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે એ વાત તો નક્કી જ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી જંગ જામતી પરંતુ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ નક્કી કરી લીધું છે કે આ વખતની ચૂંટણીમાં તેઓ નવો ઇતિહાસ રચશે, આપને ગુજરાતમાં કેટલી સફળતા મળશે એતો આવનારો સમય જ બતાવશે પરંતુ કાર્યક્રમો, વિરોધ અને વિવાદ તો અત્યારથી જ શરૂ થઇ ગયા છે. ગુજરાત આપના ચહેરા ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સોમનાથ દાદાને શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ અહિં ગોપાલ ઇટાલિયાએ વિરોધનો સામનો કરવો પડ્યો.

અમરેલી એસપી અને કોન્સ્ટેબલ જાફરાબાદ દરિયામાં ડૂબ્યા,પછી આવી રીતે થયો આબાદ બચાવ

વાત એવી છે કે આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઇશુદાન ગઢવી સોમનાથ દર્શને પહોંચ્યા હતા ત્યારે સનાતન સંસ્કૃતિ અને હિન્દૂ સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરતો સોશ્યલ મીડિયામાં ગોપાલ ઇટાલીયાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબતે કેટલાક લોકો સોમનાથ મંદિરની બહાર ગોપાલ ઇટાલીયા નજીક જઈને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગોપાલ ઇટાલીયા કોઈપણ ચર્ચા કર્યા વગર ગાડીમાં બેસી જતા રહ્યાં હતા.

વિવાનની વ્હારે: ધૈર્યરાજ બાદ હવે અઢી માસના આ બાળકને SMA-1 બીમારી, મદદ માટે પરિવારની ગુહાર…!!

જો કે મંદિરેથી બહાર નિકળ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પોતાના પર ભાજપ પ્રેરિત તત્વો દ્વારા હુમલો કર્યાનો આરોપ કરીને પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. આ બાબત આવતા દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.