Abtak Media Google News

૧૯૬૦ થી ૧૯૭૦ ના દસકામાં ફિર વોહી દિલ લાયા હું, લવ ઇન ટોક્યો, જિદ્દી, હમસાયા, શાગીર્દ, જી ચાહતા હે, એક મુસાફિર એક હસીના અને આઓ પ્યાર કરે જેવી હિટ ફિલ્મો દર્શકોને ખુબજ પસંદ પડતા બોક્સ ઑફિસ પર સફળ થઈ હતી

ફિલ્મ  જગતનાં સૌથી ઉંચા અને રૂપાળા કલાકાર જોય મુખર્જીનો જન્મ યુ.પી.ના ઝાંસી શહેરમાં ર૪ ફેબ્રુઆરી ૧૯૩૯માં થયો હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ ના દશકામાં તે દિલની ધડકન હતા.તેમની લગભગ ફિલ્મો સંગીતમય રીતે હીટ હતી. જોય મુખર્જી તેના સમયમાં ખુબ જ જાણીતા અભિનેતા હતા. જાણીતા ફિલ્મ નિર્માતા શશધર મુર્ખજી  તેમના િ૫તા હતા. તેના બે ભાઇ દેવ મુખર્જી અને શોમુ મુખર્જી  હતા, જેમાં શોમુ મીખર્જીએ અભિનેત્રી તનુજા સાથે લગ્ય કર્યા હતા. તેમને બે પુત્રી કાજોલ અને તનીષા છે. જાણીતી અભિનેત્રી કાજોલના જોય મુખર્જી કાકા હતા. તો જાણીતા ગાયક કલાકાર કિશોરકુમાર, અભિનેતા અશોકકુમાર અને અનુપકુમાર તેમના મામા હતા. તેમનું અવસાન ૯ માર્ચ ૨૦૧૨માં મુંબઇ ખાતે થયું હતું. તેનો સફળ દશકો ૧૯૬૦ થી ૭૦ રહ્યો હતો.

જાણીતા ફિલ્મ નિર્માતા અને ફિલ્માલ્ય સ્ટુડિયોના સંસ્થાપક શશધર મુખર્જીએ કિશોરકુમારની બેન સંતીદેવી સાથે લગ્ન કર્યા હતા. જોય-દેવ અને શોમુ તેના સંતાનો હતા. પિતાના પગલે ત્રણેય ભાઇઓ ફિલ્મ ક્ષેત્રે ખુબ જ સફળ થયા હતા. દહેરાદુનમાં શિક્ષા મેળવી મોય મુખર્જી એ નિલમ સાથે લગ્ન કર્યા હતા. તેના બે પુત્રો  સુજોયે એક-બે ફિલ્મ સાથે ટેલીવિઝન શ્રેણી પણ કરી હતી.

M Id 360345 Joy Mukherjee

જોય મુખર્જીએ આર.કે. નૈયર નિર્મિત ૧૯૬૦ માં જાણીતી અભિનેત્રી સાધના સાથે ફિલ્મ ‘લવ ઇન સિમલા’થી ફિલ્મ ફેરીયર શરૂ કરી હતી, તે સફળ રહેતા દશકા સુધી હિટ ફિલ્મો આવી, જોય મુખર્જી અને આશા પારેખની જોડી ખુબ જ જામી હતી તે ઘણી ફિલ્મો સુપરડુપર રહી હતી. આ જોડીની ફિર વોહી દિલ લાયા હું, લવ ઇન ટોકીયો ખુબ જ સફળ રહી હતી. સાયરાબાનું સાથે આઓ પ્યાર કરે અને શાર્ગીદ હીટ રહી હતી. વેજયંતીમાલા સાથે ઇશારા અને રાજશ્રી સાથે ‘જી ચાહતા હૈ’ જેવી સફળ ફિલ્મો કરી હતી.

૧૯૭૦ના ગાળામાં ઓછું કામ મળવાને કારણે ફિલ્મો બંધ થતાં તેને નિર્માણ, નિદેશક ક્ષેત્રે શરુઆત કરી હતી. પણ તેની ફિલ્મો બભુ ચાલી નહી. તેના હોમ પ્રોડકશનમાં ૧૯૭૨માં ‘એક બાર મુસ્કુરા દો’ ફિલ્મ બનાવી જેમાં દેવ મુખર્જી ભાભી તનુજા હોવા છતાં સફળતા ન મળતા જોય મુખર્જી સિલ્વર સ્ક્રીનથી દૂર થઇ ગયા, ફરી ૧૯૭૭ માં રાજેશ ખન્નાને લઇ છૈલા બાબુ ફિલ્મ બનાવી જે તેની સૌથી સફળ ફિલ્મ રહી હતી. ‘લવ ઇન બોમ્બે’ ફિલ્મમાં ખોટ ગઇ હતી તે આ ફિલ્મો પુરી કરી હતી. જોય મુખર્જીએ વિલન તરીશે ૧૯૮૫માં ‘ઇન્સાફ મેં કટુંગા’માં કામ કર્યુ હતું. આ તેની સૌથી સફળ છેલ્લી ફિલ્મ હતી.તેમણે પોતાના ડબલ રોલની ફિલ્મ ‘હમ સાયા’ બનાવી પણ તે બહુ સફળ ન રહી પણ તેના સુંદર ગીતો આજે પણ લોકો ગુનગુનાવે છે. ‘લવ ઇન બોમ્બે’, જોય મુખર્જીએ ફિલ્મ બનાવીને તે નાણા ભીડમાં આવ ગયા હતા. ૧૯૭૩ની ‘લવ ઇન ’ સીરીઝનની ત્રણ ફિલ્મો તેમણે કરી જેમાં લવ ઇન સિમલા (૧૯૬૦),લવ ઇન ટોકયો (૧૯૬૬) અને લવ ઇન બોમ્બે જે રીલીઝ પણ ન કરી શકયા તેવી આર્થિક મુશ્કેલી આવી હતી. આ ફિલ્મને તેની પત્નીએ ૪૦ વર્ષ  પછી રીલીઝ કરી હતી. લવ ઇન બોમ્બે ફિલ્મ તેના જીવન સાથે જોડાયેલી ફિલ્મ હતી.

જોય મુખર્જી ઉપર ૩૭ જેટલા કેસ પણ થયા હતા.જોય મુખર્જીની હિટ ફિલ્મોમાં જીદી, લવ ઇન, ટોકીયો, ફિર વહી દિલ લાયા હું અને એક મુસાફીર એક હસિના જેવી હતી, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર  અને રાજેશ ખન્ના જેવા કલાકારો આવતા ફિલ્મ નિર્માણમાં તેમણે લઇ ઇન બોમ્બે (૧૯૭૪), છૈલા બાબુ (૧૯૭૭), સાંજ કી બેલા (૧૯૮૧) અને ઉમ્મીદ (૧૯૮૯) માં બનાવી હતી. જોય મુખર્જીની લગભગ બધી ફિલ્મોના ગીતો ખુબ જ હીટ થઇ જતા હતા. લગભગ દર વર્ષે તેમની ત્રણ-ચાર  હિટ ફિલ્મો ૧૯૬૦ થી ૧૯૭૦ ના દશકામાં આવી હતી. ૧૯૬૬ માં આવેલી તેમની ફિલ્મ ‘યે જીંદગી કિતની હસીન હૈ’ વિદેશમાં શુટીંગ થઇ હોય તેવી પ્રથમ ફિલ્મ હતી.

મોહમ્મદ રફીએ જોય મુખર્જી માટે ખુબ જ સુંદર ગીતો ગાયા છે. જોય એક ચોકલેટી હિરો હતા. એક જ વર્ષમાં ત્રણવાર ત્રણ હિટ ફિલ્મો આપનાર તે પ્રથમ અભિનેતા હતા. તેમની ફિલ્મ ‘લવ ઇન ટોકયો’ આખી ફિલ્મ વિદેશમાં બની હતી.

જોય મુખર્જીના ફિલ્મ ગીતો આજે પણ રીમીકસ થઇને મોબાઇલની રીંગટોનમાં યુવા વર્ગ વગાડી રહ્યા છે. ‘લે ગઇ દિલ ગુડીયા જાપાન કી’

લવ ઇન ટોકયો નું ગીત ગમે ત્યારે આજે પણ સાંભળીયે ત્યારે ચોકલેટી હિરો જોય મુખર્જી યાદ આવી જ જાય છે. મુંબઇમાં એક રોડનું નામ નેતા નામથી નામકરણ કરાયું હતું

જોય મુખર્જીની ઐતિહાસિક ફિલ્મો

  • ૧૯૬૦ – લવ ઇન સિમલા – અભિનેતા સાધના
  • ૧૯૬૨ – એક મુસાફિર એક હસીના – અભિનેત્રી સાધના
  • ૧૯૬૩ – ફિર વોહી દિલ લાયા હું – અભિનેત્રી આશા પારેખ
  • ૧૯૬૪ – જીદી – અભિનેત્રી આશા પારેખ
  • ૧૯૬૭ – લવ ઇન ટોકયો – અભિનેત્રી આશા પારેખ
  • ૧૯૬૭ – શાગિર્દ – અભિનેત્રી સાયરાબાનુ
  • ૧૯૬૮ – હમસાયા – અભિનેત્રી શર્મિલા ટાગોર – માલા સિંહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.